વરસાદી આફત:ડેડિયાપાડા તાલુકામાં મોસમનો કુલ 1450 મિમી વસસાદ, ખેતરમાં ઊભા મકાઇ અને દેશી ડાંગરના પાકને નુકશાન

ચીકદા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદના કારણે મોંઘા બિયારણ, ખાતર બાદ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને નુકશાન

નર્મદા જિલ્લામાં વર્ષનો સૌથી વધુ વરસાદ ડેડીયાપાડા તાલુકમાં નોંધાયો છે. તાલુકામાં છેલ્લા એક માસથી 1450 મિમી વરસાદ ખાબક્યો છે. અને હજું પણ મેઘ મહેર ચાલુ છે. ગુલાબ વાવાઝોડાંને પગલે તાલુકાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તેમજ ઝાપટા પડતા ખેડૂતોના તૈયાર થયેલા પાકને નુકસાન થયું છે. તાલુકામાં થતા મુખ્ય પાકો જેવા કે મકાઇ તેમજ આ વિસ્તારમાં થતી દેશી ડાંગરનો પાક તૈયાર થઈ જતા ખેડૂતોને મોટું નુકશાન થયું છે. મકાઈના ડોડા ઉપર વરસાદ પડતાં પાકી ગયેલા ડોડાના અંકુર ફૂટી નીકળ્યા છે. મકાઈના ડોડા વધુ વરસાદને કારણે કાળા પડવા લાગ્યા છે.

દેશી ડાંગર પકવતા ખેડૂતોનો પાક તૈયાર થઈ જતા વરસાદને કારણે પાક નીચે પાણીમાં પથરાઈ ગયો છે. પશુઓ માટે તૈયાર થયેલો ઘાસચારો પણ બગડી ગયો છે. મોંઘાદાટ બિયારણો, ખાતર, દવા, અને મહા મહેનતે ઉછેરેલો મકાઇનો પાક બગડી ગયો છે. ખેડૂતોને આર્થિક ઘણું જ નુકસાન થયું છે. છેલ્લા અઠવાડિયાથી પડેલા વરસાદને કારણે મકાઈના પાકને નુકશાન પહોંચ્યું છે.

તૈયાર થઈ ગયેલા પાકને સંગ્રહ કરવા માટે ખેડૂતો પાસે પૂરતી જગ્યાના હોય તો પાક બગડી જાય છે. ખેડૂત દ્વારા બજારમાં મકાઈ વેચવા જતા ભેજનું પ્રમાણ વધુ છે એમ કહી મન ફાવે એમ ભાવો આપવામાં આવે છે. સરકાર દ્વારા તાલુકામાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી વ્યવસ્થા ઉભી કરવા માંગ કરી છે.

મકાઇના પાકનો યોગ્ય ભાવ આપાતો નથી
મકાઈનો તૈયાર થયેલો પાક ખેડૂત બજારમાં વેચવા જાય તો વેપારીઓ દ્વારા મકાઈના દાણામાં ભેજ વધુ છે એમ કહી ખરીદવામાં આવતો નથી. મોંઘા બિયારણ, દવા જેવા ખર્ચો કરવા બાદ યોગ્ય પોષણક્ષમ ભાવો મળતા નથી. જેને કારણે ખેડૂતને પડતા પર પાટું જેવો હાલ થયો છે.

અન્ય સમાચારો પણ છે...