તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ડેેડિયાપાડાના ગાજરગોટા ગામેથી વિસ્ફોટકો સાથે ત્રણ શખસ ઝડપાયા

ડેડિયાપાડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા જિલ્લા એસઓજીની ટીમે ગાજરગોટા ગામે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું

નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિહ ની સૂચના મુજબ જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમોની માહીતી મેળવી કાયદેસર કાર્યવાહી કરવા સુચના તેમજ માર્ગદર્શન આધારે પોલીસ ઈન્સ્પેકટર કે.ડી. જાટ SOG નર્મદા તથા SOG શાખાનાં સ્ટાફ ઘ્વારા બાતમી આધારે ડેડીયાપાડા તાલુકાના ગાજરગોટા ગામેથી ગેરકાયદેસર વિસ્ફોટક મુદ્દામાલ જીલેટીન સ્ટીક નંગ - 09 કિ.રૂ. 540 તથા ડીટોનેટર નંગ-૧૪ ની કીમત રૂપિયા 140 તથા બે સેફ્ટી ફ્યુઝ (જામગરી)ના ટુકડાઓ મળી કુલ 10 હજારના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓ રાકેશ કરણસિંગ ગોવાળ, દિલીપ નગીન વસાવા, દિનેશ સીંગા વસાવાને પકડી પાડ્યા હતા. મુદ્દામાલ આપનાર મુકેશ રામસીંગ વસાવાને વોન્ટેડ જાહેર કરી ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં એક્સપ્લોઝીવ એક્ટ મુજબનો ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...