તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:સાસરિયાના છુટાછેડાની ધમકીથી યુવતીએ ઝેર પીધું, 6 વિરૂદ્ધ ગૂનો

ડેડિયાપાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેડિયાપાડાના નિવાલ્દા ગામની પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

ડેડિયાપાડા તાલુકાના નિવાલ્દા ગામની પરિણિતાએ તેના 6 જેટલા સાસરિયાઓના માનસિક ત્રાસ અને છૂટાછેડાની ધમકીથી કંટાળી જઈ આખરે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે લઈ જવાઈ હતી. પરિણિતાએ ડેડિયાપાડા પોલીસમાં 6 સાસરિયાં વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલિસ સૂત્ર પાસે થી પ્રાપ્ત વિગત મૂજબ ફરિયાદી સુનિતાબેન બીપીનચન્દ્ર વસાવા રહે.મિશન ફળિયું નિવાલદા જેઓની ફરિયાદ પ્રમાણે તેઓને સાસરી પક્ષના 10 મહિના થી માનસિક ત્રાસ આપે છે જેથી સુનિતાબેન તેમના પિયર ચાલ્યા ગયા હતા. અને તારીખ 11 જૂને તેમને સાસરી પક્ષ થી છુટા છેડા આપી દેવા માટે જણાવ્યું હતું. અને આ વાતથી સુનિતાબેન ને લાગી આવતા તેમણે झेझधઝેરી દવા ની બીટલ ગટગટાવી જતા તેમને ડેડીયાપાડા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા ત્યાર બાદ તેમણે તેમના 6 જેટલા સાસરિયા વિરૂદ્ધ તારીખ 12-6-2021 શનિવાર ના રોજ પોલીસ ફરિયાદ નોધાવી જેમાં મારગિયાભાઈ ,મંજુલાબેન,બીપીનચન્દ્ર તેમના પતિ,સુરેશભાઈ ,વિમલાબેન રહે.ઝરણાવાડી, સંગીતાબેન રહે.પેટ્રોલપંપ સામે, ફરિયાદ ની તપાસ ડેડીયાપાડા પોલીસે જિલ્લા મહીલા પોલીસ ને સોંપતા આ તમામની વિરુદ્ધ આઈ.પી.સી. કલમ 498(ક),504,114 દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છे.

અન્ય સમાચારો પણ છે...