તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:ડેડિયાપાડા ગોડાઉનનાં શ્રમિકોની મજૂરી દિવાળી ટાંણે પણ બાકી

ડેડિયાપાડા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોન્ટ્રાક્ટરે 80 હજારની ચૂકવણી બાકી રાખતાં શ્રમિકોની હાલત કફોડી

ડેડિયાપાડાના પુરવઠા વિભાગના ગોડાઉનમાં લોકડાઉનના કપરા સમયમાં કામ કરતા મજૂરોને રાખનારા કોન્ટ્રાકટરે કોરોના સમય અને જુલાઈ માસનું પેમેન્ટ નહીં ચૂકવવામાં આવતા દિવાળી જેવા મહાપર્વે પણ હાલત ખરાબ બની છે. કોન્ટ્રાક્ટર પાસે જુલાઈ માસનું એક મહિનાનું પેમેન્ટ ચૂકવવાની માંગ કરવામાં આવી છે. જોકે હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા નિયમિત પેમેન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. માત્ર જુલાઈ માસનું પેમેન્ટ કોન્ટ્રાક્ટર પાસે માંગી રહ્યા છે. જેના માટે શ્રમિકોએ સોશિયલ મીડિયાનો સહારો લઈને પોતાની વાત રજૂ કરી છે.

સંજય વસાવા સહિત 13 શ્રમિકોએ જણાવ્યું હતું કે, અમે કોરોનાના કપરા કાળમાં રાતદિવસ મજૂરી કરીને સરકારી સહાયનું અનાજ લોકો સુધી પહોંચાડ્યું હતું. જે તે વખતે કોન્ટ્રાક્ટરનો ભાવ ઓછો હોવાથી તેમને પણ ખોટ ગઈ હતી. પરંતુ અમે તો મજૂર માણસ છીએ અમારે ખોટ સાથે કોઈ લેવાદેવા નથી. અમે તો રોજ લાવીને ખાનારા માણસો છે. અમારા કુલ 80 હજાર રૂપિયા જેટલી રકમ મળે તેવી અમારી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો