દુર્ઘટના:વરસાદના પગલે પારસી ટેકરા ખાતેના પુલનો સ્લેબ તૂટ્યો

ડેડિયાપાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ પડતા ડેડિયાપાડા વિસ્તારમાં વિજળી ડૂલ થઇ

ડેડિયાપાડામાં શુક્રવારના રોજ રાત્રીના સમયે ભારે પવન ફુકાયો હતો. જેની સાથે સાથે ભારે વરસાદ ખાબકતા પારકી ટેકરા ખાતે બની રહેલો નવીન પુલ પાણીના પ્રવાહના કારણે તેને સ્લેબ તણાઇ ગયો હતો. રાત્રિના એક વાગ્યાથી શરૂ થયેલો વરસાદ સવારે સાડા ચાર વાગે બંધ થયો હતો જે દરમિયાન વીજળી પણ ડુલ થઇ હતી.

ડેડીયાપાડા ગઈકાલે રાત્રે ભારે વરસાદના પગલે પારકી ટેકરા ખાતે બની રહેલા નવા પુલ પર તૈયાર કરવામાં આવી રહેલો સેન્ટીંગ નો સામાન પૂરના પાણી સાથે ખેચાઈ ગયો હતો જેથી સ્થાનિક કોન્ટ્રાક્ટ ખૂબ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો અચાનક કમોસમી વરસાદના કારણે લો પ્રેસર સર્જાતા વાવાઝોડા સાથે લગભગ રાત્રિના એક વાગ્યાથી શરૂ થયેલો વરસાદ સવારે સાડા ચાર વાગે બંધ થયો હતો જે દરમિયાન વીજળી પણ ડુલ થઇ હતી કમોસમી વરસાદના પગલે ભારે નુકસાન થયું હતું

અન્ય સમાચારો પણ છે...