નિર્ણય:ડેડિયાપાડામાં કોરોનાનો કહેર ઘટતા હવે આખો દિવસ માર્કેટ ખુલ્લું રહેશે

ડેડિયાપાડા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી 31 મેથી સંપૂર્ણ માર્કેટ ખોલવાનો વેપારી મંડળનો નિર્ણય
  • કોરોનાના કેસો વધતાં વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન પાળ્યું હતું

ડેેડિયાપાડામાં તાલુકામાં કોરોનાનો કહેર ઘટતા હવે 31મી મે સોમવારથી દિવસભર તાલુકા મથકનું માર્કેટ સંપૂર્ણ ખુલ્લું રાખવાનો વેપારી મંડળ દ્વારા નિર્ણય કરાયો છે. ડેેડિયાપાડામાં એક તબક્કે કોરોના કહેર વચ્ચે ખૂબ મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ ની સંખ્યા વધતા અને મૃત્યુ અંક પણ વધતાં વેપારીઓ દ્વારા ડેડીયાપાડા નું માર્કેટ બે વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો અને સતત એક મહિના સુધી બે વાગ્યા સુધી ડેડીયાપાડા નું માર્કેટ ખુલતું હતું પરંતુ આજે કોરોના નો કહેર ઘટતા ડેડીયાપાડા ના વેપારી મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે હવેથી ડેડીયાપાડા નું માર્કેટ સમગ્ર દિવસ દરમિયાન ખુલ્લું રહેશે તેમ ની જાહેર નોટીસ બોર્ડ માં લખ્યા મુજબ દેડીયાપાડાની જાહેર જનતાને જણાવવામાં આવે છે કે તા.૩૧/૦૫/૨૦૨૧ સોમવારથી દેડીયાપાડા બજાર સંપુર્ણ દિવસ રાબેતા મુજબ ખુલ્લુ રાખવામાં આવશે. જેની દેડીયાપાડા ગામની જાહેર જનતા તથા વેપારી-મિત્રોને જાણ કરવામાં આવે છે આમ કોરોના નો કહેર ઘટતા માર્કેટ સંપૂર્ણ ખુલ્લુ તથા વેપારીઓએ અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે

અન્ય સમાચારો પણ છે...