ધરપકડ:કુખ્યાત બૂટલેગરને પાસામાં અમરેલીની જેલમાં ધકેલાયો

ડેડિયાપાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેડિયાપાડા પંથકમાં અનેક ગુનાઓ નોંધાયા હતા

નર્મદા જિલ્લાના ડેડિયાપાડાનો નામચીન બુટલેગર વનરાજ ઉર્ફે ભુરિયો ભરત આર્ય રહે,પારસી ટેકરા ડેડિયાપાડા વિદેશી દારૂની હેરાફેરીમાં પકડાયેલ હોઈ તેમજ આવી અસામાજિક પ્રવૃત્તિને છોડતો ન હોઈ તેની સામે નોંધાયેલ ગુનાઓને ધ્યાનમાં રાખીને ડેડિયાપાડા પોલીસે તેના વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદા ને મોકલવામાં આવી હતી.

જે તેની અસામાજિક પ્રવૃત્તિ ને ધ્યાને રાખીને મંજુર કરવામાં આવતા વનરાજ ઉર્ફે ભુરિયો ભરત આર્યને પાસા હેઠળ અટકાયત કરી અમરેલી જિલ્લા જેલ હેઠળ રાખવાનો હુકમ થતા આ બુટલેગર વનરાજ ઉર્ફે ભુરિયો યેનકેન પ્રકારે પોતાની અટકાયત અટકાવવા એક યા બીજા સ્થળે લપાતો છુપાતો હતો,આથી નર્મદા એલસીબી પોલીસે તેની હકીકત મેળવી ડેડીયાપાડા પોલીસ અને એલસીબી નર્મદા પોલીસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરી તેની અટકાયત કરી અમરેલી જિલ્લા જેલ ખાતે પોલીસ જાપતા હેઠળ મોકલી આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...