તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:નિંઘટ પાસે અકસ્માત કરી ભાગેલો કાર ચાલક 40 કિમી દૂર વાલિયા પાસે થાંભલામાં ભટકાયો

ચીકદા/વાલિયા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેડિયાપાડાના ખુરદી ગામના બાઈક ચાલકને અડફેટે લઈ કાર ચાલક ભાગી છૂટ્યો

ડેડિયાપાડા તાલુકાના ખુરદી ગામે રહેતો યુવાન મૂરી કામ અર્થે ભરૂચ આવ્યો હતો. જ્યાંથી પરત જતાં ડેડિયાપાડાના નિંઘટ ગામ પાસે એક કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. બાદમાં કાર ચાલક સ્થળ પરથી ભાગવાની ફિરાકમાં કાર હંકારી મૂકતાં 40 કિમી દૂર વાલિયા પાસે રોડ સાઈડના થાંભલા સાથે ભટકાતાં તેની કાર રસ્તાની બાજુમાં ઉતરી ગઈ હતી. ત્યાંથી પણ કાર ચાલક પોતાનો જીવ બચાવી ભાગી છૂટ્યો હતો. ડેડિયાપાડા પોલીસ મથકે ઈજાગ્રસ્તના પરિવારજનોએ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હથ ધરી છે.

ડેડિયાપાડા તાલુકાના ખુરદી ગામનો વિપુલ રાયસિંગ વસાવા બાઈક લઈને ભરૂચ ખાતે મજૂરી અર્થે આવ્યો હતો. જ્યાંથી પરત ઘરે જતાં ગુરૂવારે નિંઘટ ગામ પાસે ડેડિયાપાડા તરફથી આવતી કાર ચાલકે બાઈકને અડફેટે લીધી હતી. જેમાં વિપુલને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. તેને પ્રથમ ડેડિયાપાડા બાદમાં રાજપીપલા અને વાઘોડિયા ખાતે તેની સારવાર ચાલી રહી છે.

અકસ્માત સર્જક કાર ચાલક ત્યાંથી નેત્રંગ તરફ ભાગી છૂટ્યો હતો. જે ભાગવાની ફિરાકમાં વાલિયા નજીકથી પસાર થતાં રોડ સાઈડમાં થાંભલામાં કાર ભટકાતા અકસ્માત સર્જાયો હતો. નિંઘટ પાસે બાઈકમાં કારની નંબર પ્લેટ ફસાઈ જતાં કાર નંબરના આધારે આ બાબતની જાણ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...