મંત્રીનો હૂંકાર:રોડના કામમાં ભ્રષ્ટાચાર જણાશે તો કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરાશે

ડેડિયાપાડા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્યક્રમમાં ઉપસ્થિત માર્ગ મકાન અને બાંધકામ મંત્રીનો હૂંકાર

ડેડિયાપાડા ખાતે ભારત સેવાશ્રમ સંઘ ખાતે કુમાર છાત્રાલયના લોકાર્પણ પ્રસંગે પધારેલા ગુજરાત રાજ્યના માર્ગ મકાન અને બાંધકામ વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી સાથે પત્રકારોની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર એક એક રસ્તા નાળા નદીના પુલ સહિતના વિકાસના તમામ કાર્યો કરીને પ્રજાની વચ્ચે જઈ રહી છે અને જ્યારે જ્યારે રોડ રસ્તા કે નાળાઓ પુલો બાબતે કોઈ ફરિયાદ મળે છે ત્યારે મંત્રીઓ જાતે ચેકિંગ પણ હાથ ધરે છે.

અગાઉ પણ ડેડીયાપાડા તાલુકાનાં એક ગામના રસ્તા ના કામ મા ભ્રષ્ટાચારના આક્ષેપ થતા મંત્રી જાતે રોડ ની તપાસ હાથ ધરી હતી. ત્યારે ડેડીયાપાડા મોવી રોડ પણ સંખ્યાબંધ વખત બન્યો હોવા છતાં વારંવાર તે રસ્તાના કામમાં ભૂતકાળમાં ભ્રષ્ટાચાર ના અનેક પ્રકારના આક્ષેપો થાય છે અને વર્તમાનમાં પણ થતા રહે છે, જે બાબતે મંત્રીને પૂછતાં મંત્રી એ ખાતરી આપી હતી કે મોવી ડેડીયાપાડા રોડ બાબતે ભ્રષ્ટાચાર ની ફરિયાદો મળી છે તેની પણ તપાસ કરવામાં આવશે અને જો રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર જણાશે તો દોષિત કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા સહિતના પગલાં અને તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી અને સમય કાઢી ફરીયાદ સાંભળી ચેકીંગ હાથ ધરવામાં આવશે.ગુજરાત સરકાર પારદર્શી વહિવટ કરીને ભ્રષ્ટાચારીઓ સામે કડક પગલાં ભરશે તેવી જાહેરાત કરતા ભ્રષ્ટાચારી તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...