તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઈમ્પેક્ટ:નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બ્રિજની કામગીરી શરૂ કરાઈ

ડેડિયાપાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડેડિયાપાડા ખાતે ખખડધજ બ્રિજનું સમારકામ શરૂ કરાયું. - Divya Bhaskar
ડેડિયાપાડા ખાતે ખખડધજ બ્રિજનું સમારકામ શરૂ કરાયું.
  • ડેડિયાપાડા ખાતે આવેલો હાઇવે પરનો બ્રિજ ખખડધજ બન્યો હતો

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા ખાતે આવેલો બ્રિજ જે દહેજથી વિશાખાપટ્ટનમને જોડતો સતત 24 કલાક ભારદારી વાહનોથી ધબકતો રહે છે. ત્યારે ડેડિયાપાડામાં બ્રિજ ખખઢધજ બની ગયો છે. આ બ્રિજની રેલિંગ પણ 25 ફૂટ સુધી તૂટી ગઈ છે. આ બ્રિજના તળિયા અને સળીયા બન્ને દેખાવા માંડ્યા છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે ચારે તરફ ચાર રસ્તાથી તમામ પાણી આ બ્રિજ પર આવે છે. આ બ્રિજ પર એક બે ફૂટ સુધીના પાણી પણ ભરાઈ જાય છે. બ્રિજનો એક તરફનો ભાગ બંધ કરી દેવાયો છે જેને તાત્કાલિક બનાવવો જરૂરી છે.

આ બ્રિજ નહીં બને તો મોટી દુર્ઘટના સર્જાવાની સંભાવના લોકો વ્યક્ત કરી રહ્યા છે. જે લગભગ છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે છતાં પણ ત્યાં નવો બ્રિજ બનાવવાનો કોઈ વ્યવસ્થા કરવા નથી પરંતુ નેશનલ હાઈવેના ધૃતરાષ્ટ્ર જેવા અને અંધ તંત્રને આની કોઈ અસર થતી નથી તો ડેડીયાપાડા ધમણ ખાડી પર આવેલા બંને પૂલો તાત્કાલિક બનાવવાની લોકો માંગ કરી રહ્યા છે જો કોઈ દિવસ એક પૂલ અત્યારે ચાલુ છે એક બંધ છે ત્યારે જે પુલ ચાલુ છે તેના પર પણ ખૂબ વધારે વાહનો દિવસરાત દોડતા હોવાથી ગમે ત્યારે તૂટી પડવાની સંભાવના છે તો બહેરા-અંધ તંત્રને વિનંતી કે તાત્કાલિક ધોરણે આ પૂલ બનાવે નહિતર આ નેશનલ હાઈવે બંધ થવાની સંભાવના છે તેઓ ખુબ જ જર્જરીત હાલતમાં છે તો જો આ બંને પુંલ ચોમાસામાં તૂટી પડશે 24 કલાક વાહન વ્યવહાર ધમધમતા આ પુલ બંધ થશે તો મહારાષ્ટ્ર અને ગુજરાતની જીવાદોરી સમાન આ હાઈવે કાયમી બંધ થઈ જશે માટે તંત્રને વિનંતી કે બંને બ્રિજ નવા બનાવવાની જરૂર છે પરંતુ હાલ જે બ્રિજ બંધ કર્યો છે તેને તાત્કાલિક મંજૂર કરી બનાવવાનો ચાલુ કરવો. આ બ્રિજ મજબૂત અને તકાવ રહેવો એ ખુબજ મહત્વનું છે.

ગેરેંટી પિરીયડમાં હોવાથી જે તે કોન્ટ્રાક્ટર પાસે જ આ કામ કરાવવામાં આવી રહ્યું છે
આ પૂલોનું કામ કરાવવા માટે નાયબ ઈજનેર નેશનલ હાઇવે વાસાણી ભરૂચનાઓ દ્વારા જાતે પોતાને દેખરેખ હેઠળ પુલનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ભારે મશીનરી સહીત ડામર સહીતનો સામાન લઈ કામગીરી શરૂ કરાવી હતી. ગેરેંટી પિરીયડમાં હોવાથી કોન્ટ્રાક્ટર પાસે આ કામ કરવામાં આવી રહ્યું છે. કડક પગલાં પણ લીધા છે.

શરૂઆતથી જ એજન્સીનું કામ નબળું હતું
અને તે પણ જે જૂની એજન્સીનું એસ પી પટેલ એજન્સી વડોદરાનાં હિતેશ શાહ નામના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલો કામ હતું. જે શરૂઆતથી જ ખૂબ જ તકલાદી હતો અને જે તે અધિકારી જો ફોન કરે તો પણ તે ફોન નથી ઉઠાવતા જેથી નેશનલ હાઇવે ઓથોરિટી ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક ચીમકી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...