તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ટેમ્પો ચાલકે બાઈકને અડફેટે લઈ 10 ફૂટ ઘસડી જતાં મંગેતર યુગલ સહિત 3નાં સ્થળ પરજ મોત

ડેડડિયાપાડા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
મૃતક - Divya Bhaskar
મૃતક
 • ડેડિયાપાડાના ઘાંટોલી ગામ નજીક ટેમ્પો ચાલકે અકસ્માત સર્જ્યો
 • એક જ કુટુંબની બે દીકરીના મોતથી ગામમાં શોકનો માહોલ

ડેડિયાપાડા તાલુકાના ઘાંટોલી ગામ નજીક ડેડિયાપાડાથી મોવી હાઈવે પર આઇસર ટેમ્પોના ચાલકે બાઈક સવારને અડફેટે લેતાં આકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર બે યુવતી અને એક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.મૂળ ઘાઘર ગામનો હિતેશ બજીયા વસાવા તેની ઘાંટોલી ગામની મંગેતર વૈષાલી રમેશ વસાવા તથા અન્ય એક યુવતી સકુણા ચન્દ્રસિંગ વસાવા સાથે ગુરૂવારે ડેડિયાપાડા ખાતે ખરીદી અર્થે ગયા હતા. જ્યાંથી સાંજના સમયે પરત ઘાંટોલી ગામે બાઈક લઈને આવી રહ્યા હતા. દરમિયાન ગામના વણાંક પાસે પાઠળથી આવેલા એક આઈસર ટેમ્પોના ચાલકે પાછળથી ટક્કર મારતાં બાઈક 10 ફૂટ સુધી ઘસડાઈ હતી.

બાદમાં ટેમ્પો પણ રોડ સાઈડમાં પલ્ટી ખાઈ ગયો હતો. દરમિયાન ટ્રક સાથે ઘસડાયેલા બાઈક સવાર ત્રણેયનાં ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. અકસ્માતની જાણ પરિવારજનોએ પોલીસને કરતાં પોલીસે સ્થળ પર પહોંચી મોડી રાત્રે મૃતદેહોને સરકારી હોસ્પિટલ ડેડીયાપાડામાં પીએમ અર્થે ખસેડ્યા હતા. બાદમાં જેમાંથી હિતેશ બીજીયા વસાવાને વતન ઘાઘર જ્યારે વૈશાલી રમેશ વસાવા અને સકુણા ચંદ્રસિંગ વસાવાની ઘાંટોલીમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી. અકસ્માત સર્જક ટેમ્પો ચાલક સ્થળ પરથી ફરાર થઈ જતાં મૃતકના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

સ્થળ પર પહોંચ્યો તો લોકોએ કહ્યું કે આ તારી બહેન જ છે
હું પણ ડેડિયાપાડાથી કામ પતાવી મારા ગામ તરફ જઈ રહ્યો હતો. દસ મિનિટ પેહલાં જ મારી આગળ આ અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની જગ્યાએ પહોંચ્યો તો ત્યાં ઉભેલા મારા ગામના જ અન્ય લોકોએ કહ્યું કે, આ તો તમારી બહેન જ છે. ત્યારબાદમેં અન્ય લોકોને ઘટનાની જાણ કરી હતી. - જીગ્નેશ વસાવા, મૃતક વૈશાલીનો ભાઈ

ડેડિયાપાડાથી ખરીદી કરીને બાઈક પર જતાં ગામ પાસે જ અકસ્માત નડ્યો
આકસ્માત ખૂબ ગંભીર હતો. જેમાં એક સાથે ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. ગાગર ગામના હિતેષ વસાવાના વૈશાલી રમેશ વસાવા સાથે સગાઇ થઇ હતી. તેઓ ખરીદી અર્થે ઘાંટોલી ગામેથી ડેડીયાપાડા આવ્યા હતા. જ્યાંથી પરત ઘરે જતી વેળાં ઘાંટોલી ગામ પાસે ટેમ્પો ચાલકે બાઈ ચાલકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. હાલ ફરિયાદ દાખલ થઈ છે. અકસ્માત સર્જક આરોપીની શોધખોળ ચાલી રહી છે. - ઈશ્વર દેસાઈ, પીએસઆઈ, ડેડિયાપાડા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો