અકસ્માત:કણજી ગામ વચ્ચે આવેલ સૂર્ય નદીના કોઝવે પર ટેમ્પાેને અકસ્માત નડ્યો

ડેડિયાપાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નાના કોઝ વે પર ગાબડાં પડી જવાથી આખે આખું ટાયર ઘૂસી ગયું હતું

ડુમખલ થી કણજી વાંદરી ગામ વચ્ચે રોજ ની 20 થી 25 પેસેન્જર ગાડીઓ દેડીયાપાડા જવા માટે નીકળે છે અને આવે છે.આજ રોજ એક માલ વાહક ગાડી આ નાના કોઝ વે પર ગાબડાં પડી જવાથી આખે આખું ટાયર ઘૂસી ગયું હતું.જેના થી ઘણો મોટો અકસ્માત સર્જાયો હતો.. જોકે કોઇ જાનહાની ન થઈ નહોતી પરંતુ આ પરિસ્થિતિ આગળ ની દેવનદી પરના 3 ત્રણેય કૉઝ વે પર છે.સ્થાનિક લોકો ની માંગ છે કે બહાર ના કન્ટ્રેક્ટર ને કામ બંધ કરી બંધ કામ વિભાગ સ્થળ પર રહી કામ કરાવે જેથી રસ્તા અને પુલ ક્વોલિટી થી બને અને. આવા અકસ્માત ના સર્જાય તેવી માંગ લોકો કરી રહ્યા છે બાંધકામ વિભાગના બારોબાર બહારના કોન્ટ્રાકટરને આપી દેવાના કારણે પૂરતી ગ્રાન્ટના બજેટ માંથી કોઝવે બનતા નથી.અને જરૂરિયાત સારા મટીરિયલ નો પણ ઉપયોગ થતો નથી જેના કારણે રોડ પર અકસ્માત ઘટના બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...