આવેદન:જૂની પેન્શન યોજનાની લડતમાં પીઠબળ આપવા MLAને રજૂઆત

ડેડીયાપાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા જિલ્લા પ્રાથમિક સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યંુ

ડેડીયાપાડામાં જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા તથા અન્ય પ્રશ્નો લઈને નર્મદા જિલ્લા પ્રાથમિક સંઘ દ્વારા ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવાના નામે આવેદન આપવામાં આવ્યુ હતું જે તેમના સમર્થકો દ્વારા સ્વીકાર કરવામાં આવ્યું.

ગુજરાત રાજ્ય કર્મચારીઓના બનેલા ગુજરાત રાજ્ય સયુંકત મોરચો અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી ગુજરાત રાજ્યમાં નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા 14મી એપ્રિલ ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીએ પેન્શન બંધારણીય અધિકાર દિવસ તરીકે ઉજવણી કરી અને ગુજરાતમાં જૂની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવા અમારી માગણીઓ સાથે આ આવેદનપત્ર આપ ને સુપરત કરીએ છીએ

અમારી માંગણી અને લાગણી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાહેબ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પહોંચાડશો અને રાજ્યના સર્વે કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃ સત્વરે શરૂ કરવામાં આવે તેવી નમ્ર વિનંતી કરીએ છીએ. જૂની પેન્શન યૌજના પુનઃ ચાલુ કરવી, તમામ કર્મચારીઓને ઉચ્ચત્તર પગાર ધોરણ 10, 20 અને 30 વર્ષે આપવું. આ પ્રમાણે માંગણીઓ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...