ક્રાઈમ:વોન્ટેડ આરોપીની વોચમાં ઊભેલી પોલીસે દારૂ પકડ્યો

ડેડિયાપાડા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડેડિયાપાડાના પીપલોદ ત્રણ રસ્તેથી 1 ઝડપાયો

નર્મદા પોલીસ ને આજે નાસતા ફરતા આરોપીની શોધખોળ દરમ્યાન વિદેશી દારૂ હાથ લાગ્યો હતો. પોલીસે અઢી લાખથી વધુ નો મુદ્દામાલ કબ્જે કરી એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ડેડીયાપાડાના પિપલોદ ત્રણ રસ્તા ખાતે નાસતા ફરતા આરોપીની વોચ તપાસમા હતા તે દરમ્યાન ચોક્કસ બાતમી મળેલ કે, મહારાષ્ટ્ર તરફથી ડુમખલ મોઝદા ના માર્ગે ડેડીયાપાડા તરફ એક સફેદ બોલેરો પીક-અપમાં વીદેશી દારૂ ભરી લાવનાર છે.

કુલ રૂપિયા 2.78 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
જે બાતમીના આધારે ડેડીયાપાડાના પીપલોદ ત્રણ રસ્તા પાસેે વોચમાં હતા. દરમ્યાન મહારાસ્ટ્ર વડફળી તરફથી બોલેરો પીક-અપ ગાડી આવતા જેને રોકી ગાડીના પાછળના ભાગે ચેક કરતા દારુનો  જથ્થો કિંમત રૂ 1.27 લાખ તથા  પીક-અપની કિંમત 1.50 લાખ મળી કુલ રૂપિયા 2.78 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. વાનનો ડ્રાયવર તુલ્યા કરમા પાડવી ને ઝડપી પાડ્યો હતો. રહે કાતરી તા ધડગાવ જી. નંદુરબાર મહારાષ્ટ્ર નાઓના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ડેડીયાપાડા પોલીસે ગુનો નોંધ્યો છે. 

અન્ય સમાચારો પણ છે...