તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:સ્વ.અહમદ પટેલે દત્તક લીધેલા વાંદરી ગામના અધુરા કામો હવે પુત્ર ફૈઝલ પટેલ પૂર્ણ કરાવશે

ડેડિયાપાડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનો દ્વારા વાંદરી ગામે સ્વ.એહમદ પટેલનું સ્ટેચ્યુ મૂકવાની માંગ કરી

ડેડિયાપાડા સ્થિત એચ.એમ.પી. હોસ્પિટલ ખાતે ફૈઝલ પટેલે મુલાકાત લીધી હતી. કોંગ્રેસના કાર્યકરોએ તેમની ઉપસ્થિતિમાં સ્વ. એહમદ પટેલને શ્રધ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લોકોની રજુઆત પણ સાંભળી હતી. ત્યારબાદ પિતા સ્વ. એહમદ પટેલે દત્તક લીધેલાં વાંદરી ગામની મુલાકાત લઈ પિતાના અધૂરાં કાર્યો પૂર્ણ કરવાની ગામલોકોને ખાતરી આપી હતી.

વાંદરીથી ફુલસર સુધીનો રસ્તો બનાવવા, ગામનો ગેટ બંધાવવા, વીજળી, દવાખાનામાં ડોક્ટરો વગેરે માટે લોકોની રજુઆત સાંભળી હતી. આ કામો પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. ગ્રામજનો દ્વારા વાંદરી ગામે સ્વ. એહમદ પટેલનું સ્ટેચ્યુ મૂકવાની માંગ કરી હતી. વાંદરી ગામનાં અધૂરા કાર્યો પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે વાંદરી ગામનાં ગામજનો, કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો