આક્ષેપ:નર્મદા જિલ્લા કોંગ્રેસના સાગબારા પોલીસ મથકના જમાદાર વિરૂદ્ધ ગંભીર આક્ષેપ

ડેડિયાપાડા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના આગેવાનોએ સાગબારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

નર્મદા જીલ્લાના મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલ બોર્ડર ઉપરના સાગબારા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જમાદાર અનેક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ ચલાવતા હોવાના ગંભીર આરોપો કોંગ્રેસ કાર્યકરોએ લગાવ્યા હતા. ડેડિયાપાડાના પુર્વ ધારાસભ્ય અમરસિંહ વસાવાની આગેવાનીમા સાગબારા મામલતદારને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જો કોઈ કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

કોગ્રેસ કાર્યકરોએ મામલતદારને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, સાગબારા પોલીસ મથકમાં ફરજ બજાવતા જમાદાર નરેન્દ્ર વસાવા તાલુકામાંથી મોટી રકમની ઉધરાણી કરી સાગબારા પંથકમાં જુગાર, આંકડા પશુ હેરાફેરી, સહિત દારુનો વેપલો ચલાવવા દેવાતો હોવાનું તેમજ પોલીસ વિભાગમા ઉપર સુધી હપ્તાની રકમ પહોચાડવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ કોગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો હતો.

સાગબારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા આવતા લોકોને પણ પરેશાન કરાતા હોવાનું , ફરિયાદીઓની ફરિયાદ લેવામાં આવતી ન હોવાનું , સરકાર દ્વારા જાહેર કરાયેલ નંબર 100 કે 181 ઉપર ફરિયાદો કેમ કરો છો તેમ કહી ધમકાવે છે.

અન્ય સમાચારો પણ છે...