તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમકી:યુવકે રસ્તાના બાંધકામ અંગે RTI કરતા સરપંચના પતિની ધમકી

ચીકદા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોલીયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ પતિ સહિત 3 સામે ફરિયાદ

ડેડીયાપાડા તાલુકાના સોલિયા ગ્રામ પંચાયતમાં થતાં આર સી સી રસ્તાના બાંધકામમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરી રસ્તાનું કામકાજ બરોબર ચાલતું ન હોવાનું રજુઆત સરપંચના પતિને ગામના યુવકે કરતાં તેમજ યુવક દ્વારા RTI અંતર્ગત માહિતી માંગતા સરપંચ અને તેના અંગત માણસો અને પુત્રો દ્વારા યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે પોલીસ સ્ટેશનમાં ચાર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ દિનેશ રતન વસાવાએ ગામમાં થઈ રહેલા આર સી સી રસ્તા ની ગુણવત્તા બરોબર ન જળવાતી હોવાનું ફોન દ્વારા ગામના સરપંચ મીરાંબેનના પતિ ચૈતર વસાવા ને જણાવ્યું હતું. ત્યાર બાદ 5 જૂન ના રોજ દિનેશ વસાવા દ્વારા ગ્રામ પંચાયત ના તલાટીને RTI અંતર્ગત અરજી આપેલ હતી આ અરજી બાબતે ચૈતરભાઈ ને જાણ થઇ હતી. જે બાબતની રીસ રાખી ગામના હરેશભાઇ વસાવા એ દિનેશભાઈ જોડે ઝપાઝપી કરી હતી. ફરિયાદી દિનેશભાઇ ને વારંવાર ચૈતરભાઈ અને તેમના બે પુત્રો અજય અને રિપતેશ ભાઈ દ્વારા ફોન પર ધમકી આપી મા બેન સમાણી ગાળો બોલી જાન થી મારી નાખવાની ધમકી આપતા સોલિયા ગ્રામ પંચાયત ના સરપંચના પતિ ચૈતર વસાવા, હરેશ વસાવા, અજય વસાવા અને રિપતેશ વસાવા સામે ફરિયાદ નોંધાયી હતી.

અન્ય સમાચારો પણ છે...