ફરિયાદ:રીગાપાદર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન સંચાલકને મારવાની ધમકી

ચીકદા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્કૂલમાં છોકરાઓને ખવડાવવા આવતો નહિં તેમ કહી ઝઘડો કર્યો
  • ડેડિયાપાડા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના રીગાપાદર ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલક તરીકે વિરસિંગ તારસિગ વસાવા ફરજ બજાવી રહ્યાં છે તેઓ તા. 21 ડિસેમ્બર ના રોજ તેમના નાના ભાઈ જયસિંગ વસાવા સાથે પોતાની મોટર સાયકલ પર ડેડીયાપાડા બજાર કામે જતાં હતાં

તે સમય દરમિયાન તેમના ગામની પ્રાથમિક શાળા પાસે રસ્તામાં આરોપી મહેન્દ્ર માકતા વસાવા ફરિયાદીને મળેલ હતો અને તેના હાથમાની લાકડી લઈ આવીને ફરિયાદીની ફેટ પકડી બોલાચાલી કરીને કહેવા લાગેલ કે ગામની સ્કુલમાં છોકરાઓને ખવડાવવા આવતો નહિ અને સ્કુલની આજુબાજુમાં ફરકતો નહિ અને ગામની સ્કુલમા મધ્યાહન ભોજન સંચાલકની નોકરી કરવા આવ્યો તો ઢોર માર મારીશ અને ગામના કોઈ પણ કામો કરતો નહિ બાકી તારૂ મોતજ છે અને રસ્તામા ગમે ત્યારે એકલો મળતો ના એકલો મળ્યો તો જાનથી મારી નાખીશ તેમ કહે ફરિયાદીને જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ડેડીયાપાડા પોલીસે આરોપી મહેન્દ્ર માકતા વસાવા રહે.રીગાપાદર વિરુદ્ધ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરી કાયદેસરની વધુ આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...