બદલી:ડેડિયાપાડામાં સતત બીજી વખત રેડ પડતાં PSIની આંતરિક બદલી

ડેડિયાપાડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા જિલ્લા પોલીસ વડા એક્શનમાં આવ્યા

ડેેડિયાપાડા પોલીસ સ્ટેશન અતિસંવેદનશીલ પોલીસ સ્ટેશન છે ત્યાં ખુબજ મુશ્કેલ બધું કામ હોય છે પોલીસ અધિકારી માટે ત્રણ ત્રણ રાજકીય પાર્ટીઓ સહીત કામ ગીરી મુશ્કેલ અને તેમાં પણ દારૂના અડ્ડા સટ્ટા બેટિંગ કટીંગ મા વીજીલન્સ રેડ પડતા સ્થાનિક મહિલા પોલીસ અધિકારીની બદલી થઇ છે કદાચ નર્મદા જિલ્લા પોલીસ વડા વધુ કડક પગલાં લઈ શકે તેમ છે. ડેડીયાપાડા નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ નાઓએ પીએસઆઇ ની આંતરિક બદલીના હુકમ કર્યા છે જેમાં નર્મદા જિલ્લાના સાત પીએસઆઇ ની જાહેર હિતમાં આંતરિક બદલી કરવામાં આવી છે.

જે પૈકી PSI ની આંતરિક બદલી : ડેડીયાપાડા PSI એચ વી તડવી ને રાજપીપલા પો.સ્ટે.જયારે .PSI બી આર પટેલ ને ડેડીપાપડા પો.સ્ટે. ખાતે બદલી કરાયી . જયારે એલ ડી વસાવા,પો.સ.ઈ સાગબારા હતા તેમને સેકન્ડ પો.સ.ઈ . ડેડીયાપાડા ખાતે બદલી કરવામાં આવી છે ! એમ બી ચોંહાનને ગુરુદેશ્વર પો.સ્ટે ,એમ ઐ શેખને રાજપીપલા પો.સ્ટે,એસ એસ રાઠવાને કેવડિયા ટ્રાફિક પો.સ્ટે અને એમ આર તડવીને પો.સ.ઈ પેરોલ ફ્લૉ તરીકે કરવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...