તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ખેતી માટેનો વીજપુરવઠો સમયસર આપોઃ ખેડૂતો વીજ કચેરીએ પહોંચ્યા

ડેડિયાપાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડેડિયાપાડા તાલુકામાં આવેલા ગામડાંઓના ખેડૂતોને ખેતીવાડી માટેના ફીડરમાં વીજ પુરવઠો અનિયમિત અને ઓછા સમય માટે મળતા હાલ આસપાસના ખેડૂતો ની હાલત કફોડી બની ગઇ છે. તો વરસાદ પણ ખેંચાતા ખેતરમાં ઊભેલો પાક સૂકાવા લાગ્યો છે. ખેડૂતોએ પોતાની સમસ્યા લઈ ડેડિયાપાડા મામલતદાર, પ્રાંત તેમજ વીજ કંપનીના કાર્યપાલક ઈજનેરને આવેદન પત્ર આપ્યું હતું.

જરગામ ફીડરમાં આવેલ એગ્રીકલ્ચર માટેનો વીજ પુરવઠો અનિયમિત અને ઓછા સમય માટે મળતાં આસપાસના ખેડૂતો એ આવેદનપત્ર આપ્યું હતું. છેલ્લા કેટલાક સમય થી જે વીજ પુરવઠો સાત થી આઠ કલાક આપવો જોઈએ તે એક થી બે જ કલાક મળતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. હાલમાં આ વિસ્તારમાં ખેડૂતોએ વાવણી તેમજ રોપણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમુક વિસ્તારમાં પાક ઊગી ગયો છે તેમજ વરસાદ પણ ઓછો પડતાં ખેડૂતોનો પાક સુકાવા લાગ્યો છે. છેલ્લા 20 દિવસથી 7થી 8 કલાક વિજ-પુરવઠો મળવો જોઇએ તેની જગ્યાએ માત્ર થી 2 કલાક જ અપાય છે.

વીજપુરવઠો સમયસર મળે તો સિંચાઇની સગવડ વાળા ખેડૂતો ડાંગર રોપી શકે
હાલમાં આ વિસ્તારમાં વરસાદની ખેંચ પડતાં ખેડૂતોનો ઉગેલો પાક સુકાવા લાગ્યો છે. તેમજ આ વિસ્તારમાં ડાંગરના પાકની રોપણી વધુ થતી હોવાથી તેમાં પાણીની જરૂરિયાત પણ વધુ રહેતી હોય છે. વીજપુરવઠો સમયસર મળે તો સિંચાઇની સગવડ વાળા ખેડૂતો આ પાકની રોપણી કરી શકે છે.> પંકજ વસાવા, ઉપ સરપંચ,ડેડિયાપાડા.

કપાસ, ડાંગરનાની રોપણી થતાં વીજળીની જરૂરિયાત
કોરોનાની વૈશ્વિક મહામારીમાં ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યો છે. દિવસેને દિવસે તેની હાલત વધુ કફોડી બની રહી છે. ત્યારે વીજપુરવઠો યોગ્ય સમયસર મળી રહે તે જરૂરી છે. હાલ કપાસ, તુવેર, ડાંગરના પાકની રોપણી થઈ ગઈ છે તેમજ ચાલુ છે ત્યારે પાણીની ખૂબ જ જરૂરિયાત ઉભી થઇ છે તે સમયે વીજપુરવઠો નિયમિતપણે મળે એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...