તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:ખોપી ગામે પીવાનું પાણી ન મળતા પ્રોજેક્ટ ઓફિસને તાળાબંધી

ચીકદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાગબારા - ડેડિયાપાડા જૂથ પાણી પુરવઠા યોજનાના ખોપી ગામના હેડવર્ક પાસે ટેકરા ફળિયાના લોકોએ હલ્લાબોલ કર્યો

સાગબારા તાલુકાના ખોપી ગ્રુપ ગ્રામ પંચાયતના ખોપી ગામના ટેકરા ફળિયામાં પાણીની સુવિધા ન મળતાં લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. ખોપી સોરાપાડા ગ્રુપ ગ્રામ પંચાયત માં ખોપી ગામના ટેકરા ફળીયા વિસ્તારમાં વર્ષો થી પાણીની સમસ્યા થી ગ્રામજનો તકલીફ વેઠી રહ્યાં છે. પીવાના પાણીથી તરસતા આ બે ફળીયામાં આશરે 587 ની વસ્તી ધરાવતા લોકો વસે છે. તેમજ આશરે 115 ની આસપાસ જેટલા ઘરો આવેલા છે.આ ફળિયામાં પાણીની સમસ્યા વર્ષો થી ચાલતી આવી છે.

તેમજ ત્યાં રહેતા દુધાળા પશુઓ તેમજ મુંગા જાનવરો માટે પણ પીવા માટેના પાણી બે થી ત્રણ કિલોમીટર દૂર થી લાવવા પડે છે. પીવાના પાણી માટેના ટાંકી બનેલ છે પરંતુ તેમાં પાણી ન આવતા લોકોની હાલત કફોડી બની છે.ખોપી ગામની સીમમાં જ સાગબારા ડેડીયાપાડા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત 5000 લિટર જેટલી ક્ષમતા ધરાવતો પીવાના પાણી નો ટાંકો આવેલો છે, પરંતુ પંચાયતના અન્ય ફળીયામાં પાણી પોહચે છે જ્યારે બે ફળીયા માં પાણી નથી પહોંચતું.

ટેકરા ફળીયાના વિસ્તારમાં વાસ્મો પ્રોજેક્ટ અંતર્ગત પાણીની ટાંકીઓ બની છે પંરતુ તેમાં પાણી ન આવતું હોવાથી શોભના ગાંઠીયા ની જેમ પડી રહ્યા છે.આ બાબતે ગ્રામજનોએ તંત્રને લેખિત અને મૌખિક પણ જાણ કરી છે પરંતુ કોઈ ઉકેલ નહિ મળતા આખરે ગ્રામજનો એ ભેગા મળી ને કરી પાણી પુરવઠાના હેડ કવાટર્સ સામે વિરોધ પ્રદર્શન કરી તેને તાળું મારી બંધ કરાવ્યો હતો. તેમજ તેમની આ માંગ નહિ પુરી થાય તો હજુ મોટા પાયે આંદોલન કરવાની ચીમકી આપી હતી.

અમારા વિસ્તારમાં પાણીની ભારે તંગી છે
પાણી પુરવઠા યોજનાની લાખો લીટરની ટાંકી ગામની સીમમાં ટાંકી હોવા છતાં અમારા ગામના બે ફળિયામાં પાણી ની તંગી વર્ષો થી સર્જાય છે. નજીક હજારો લીટર ટાંકી હોવા છતાં દૂરના ગામોને પાણીની સુવિધા મળે છે જ્યારે નજીક ના અમારા વિસ્તારમાંપાણી ની ભરે તંગી છે. તંત્ર ને વાંરવાર રજુઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ ન આવતા અમે વિરોધ નોંધાવ્યો છે.> ઉમેશભાઈ વસાવા,સ્થાનિક.

50 લાખથી વધુનું બજેટ હોવાથી તે હજુ મંજૂર થયું નથી
ખોપી ગામની સીમમાં પાણી પુરવઠા અંતર્ગત મોટી ટાંકી આવેલી છે. વાસ્મો પ્રોજેક્ટ અંતર્ગત ગામમાં પાણી વિતરણ કરવામાં આવતું હોય છે. જેમાં ખોપી ગામ વસ્તી અને ભોગોલીક વિસ્તારની દ્વષ્ટીએ મોટું હોવાથી આ કામગીરી કરવા માટે 50 લાખથી વધુનું બજેટ થતું હોવાથી જે હજુ મંજૂર થયું નથી.> ફુલસિંગભાઈ, તલાટી કમ મંત્રી. ખોપી ગ્રામ પંચાયત.

અન્ય સમાચારો પણ છે...