ધરપકડ:ડાંગરના પરાળ નીચે સંતાડેલો એક લાખનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો

ચીકદા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોખરા ઉમર ગામે ખેતરમાં ડેડિયાપાડા પોલીસની ટીમે દરોડો પાડ્યો

ડેડીયાપાડા સ્ટેશનના સ્ટાફ તેમજ સંયુકત રીતે ખાનગી રાહે બાતમીદારથી મળેલી બાતમીને આધારે ખોખરા ઉમર ગામે રહેતા ખુમાનસિંગ જેઠાવસાવા રહે ખોખરાઉમર નિશાળ ફળીયુ તા-ડેડીયાપાડા જીલ્લો-નર્મદા ના પોતાના ખેતરે પાકા મકાનની બાજુમા આવેલ ખેતરના શેઢા ઉપર ડાંગરના પરાળના ઢગલામાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.

જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ પંચો સાથે રેઇડ કરતા સદર ઇસમના ખેતરના શેઢામાં રાખેલ ડાંગરના પરાળના ઢગલામાં પ્રોહી મુદ્દામાલ અંગે ઝડતી તપાસ કરતા ડાંગરના પરાળના ઢગલાના નીચેના ભાગેથી ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂના ખાકી કલરના પુઠાવાળી પેટીઓ નંગ 21 મળી આવેલ.

જે ખાખી પુડ્ડાના લેબલ વગરના બોક્ષમાં “ રોયલ બ્લ્યુ વ્હીસ્કીના 180 મી.લી. કંપની શીલબંધ પ્લાસ્ટીકના ક્વાટરીયા કુલ નંગ-1008 જેની કિ.રૂ.1,00,800 /- ગણી મળી આવેલ. આરોપી ખુમાનસીગ જેઠા વસાવા રહે ખોખરાઉમર તા.દેડીયાપાડા જી.નર્મદા નાઓની વિરૂધ્ધમાં પ્રોહી એકટ કલમ-65, એ, ઇ,116 (બી) મુજબ ગુનો નોધી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...