તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:PMGKY યોજનાનુંં અનાજ 3 માસથી ન આપી સંચાલકનો ભ્રષ્ટાચાર

ડેડિયાપાડા/ચીકદા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેડિયાપાડાના બેબાર ગામના લોકોને સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ નહીં મળતા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી

ડેડિયાપાડા તાલુકાના બેબાર ગામના આદિવાસી લોકોને સરકાર દ્વારા મફત અનાજ આપવામાં આવે છે. અને એક માસથી અનાજ ન મળતાં અને મળે છે તો સરકારી અનાજ અનિયમિત વિતરણ થાય છે. તે બાબતે બેબાર ગામના તમામ કાર્ડ ધારક મહિલાઓ તેમજ ભાઈઓ સહિત ગ્રામજનોએ દેડિયાપાડા મામલતદાર કચેરી ખાતે હલ્લો મચાવ્યો હતો, અને દુકાનદાર વિરુદ્ધ મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું. જો અમને ન્યાય નહિ મળે તો પ્રતીક ધારણા કાર્યક્રમ અને ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું, જેની તમામ જવાબદારી તંત્ર ની રહશે.

અને મામલતદાર ને રજુઆત કરવામાં આવી હતી કે સંચાલક દ્વારા સસ્તા અનાજની દુકાન માંથી અનાજ ઘંઉ, ચોખા મળતા નથી, જો મળે છે તો પૂરતા પ્રમાણ માં આપવામાં આવતું નથી, તેમજ કેરોસીન પણ પૂરતા પ્રમાણ માં આપવામાં આવતું નથી તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું,

ફુલસર ગામે બેબાર ગામના ૨૭૫ થી વધુ કાડૅ ધારકોએ ૮ કિ.મી. દૂર અનાજ લેવા માટે અવાર નવાર ચક્કર લગાવવા પડે છે, આમ સરકારી અનાજ માટે ફુલસર ગામના સરકારી દુકાનના સંચાલક ધક્કા ખવડાવે છે? આવો રેડિયાળ ઘણા સમય થી ચાલતું આવ્યો છે, ઘણી વખત અમને ધમકાવી ચૂપ કરવામાં આવે છે, તેમ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. આ બાબતે બેબાર ગામનાં તમામ ગ્રામજનો દ્વારા દેડિયાપાડા મામલતદાર કચેરીએ આવી આ ઘટના, ગેર વહીવટ બાબતે હલ્લો મચાવ્યો હતો.

અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને દેડિયાપાડાના મામલતદાર એ.સી.વસાવાને ગ્રામજનો દ્વારા આવેદન પત્ર આપી આક્રોશ વ્યક્ત કર્યો હતો, આવેદન પત્ર કૉંગ્રેસ અગ્રણી જાતર કાકા નાં સાથે 150થી 200 ગ્રામજનો જોડાયા હતા. અને કહી શકાય કે “ રાજા જો પ્રજાને લૂંટે ,તો પ્રજા ન્યાય માટે કોની પાસે જાય?? તેવા પ્રશ્નો ગ્રામજનોને સતાવી રહ્યા છે. માટે આ સહીત તાલુકા નાં તમામ દુકાનદારો ની દુકાન કલેક્ટર નર્મદા તપાસ કરી ન્યાય આપે તેવી માંગ કરી હતી.

અમારા હકનું અનાજ પણ આપતા નથી
દુકાન સંચાલક પાસે જઈએ તો અમને વાંરવાર ધક્કા ખવડાવે છે. અનાજ તેમજ કેરોસીનનો જથ્થો હંમેશાં અનિયમિત આપવામાં આવે છે. સરકાર દ્વારા મફત આપવામાં આવતું હોવા છતાં અમારા હક્કનું અનાજ અમને છેલ્લા ત્રણ મહિનાથી આપવામાં આવ્યું નથી.> વનિતા વસાવા, રેશનકાર્ડ ધારક.

દુકાનદાર સામે પગલાં લઈ લાઈસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી કરાશે
અગાઉનાં બે મહિના પહેલા 80% અનાજનો જથ્થો આવતો હતો જેથી દુકાનદારો મુશ્કેલી પડતી હતી. આ મહિના થી અનાજનો જથ્થો પૂરેપૂરું આવે છે જેથી તમને મળવા પાત્ર છે. આ વખતે દુકાનદારને પણ નોટિસ આપવામાં આવી છે કે તમામ ઓનલાઇન કરેલી વિગતો અને ઓફલાઇન વેચાણની વિગતો સાથે મામલતદાર કચેરીમાં રેકોર્ડ જમા કરી ચકાસણી કરાવે અને જો ગેરરીતિ માલૂમ પડશે તો દુકાનદાર સામે કાયદેસરના પગલા અને લાઈસન્સ સસ્પેન્ડ કરવા સુધીની પણ કામગીરી કરી શકાશે. > અવિચલદાસ વસાવા, મામલતદાર ડેડીયાપાડા

અન્ય સમાચારો પણ છે...