તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:ડેડિયાપાડાના 2 ગામોમાં કોવિડ 19 અંતર્ગત ચાલતી કામગીરી

ચીકદા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગાખાન ગામ સમર્થન કાર્યક્રમ નેત્રંગ એક વર્ષથી ચાલતી કામગીરી
  • આંગણવાડી પ્રાથમીક શાળાઓમાં વિના મૂલ્યે 2100 સાબુનું વિતરણ

દેડિયાપાડા તાલુકામા આગાખાન ગામ સમર્થન કાર્યક્રમ ( ભારત) –નેત્રંગ દ્વારા છેલ્લા એક વર્ષથી દેડિયાપાડા વિસ્તારના 2 ગામોમાં કોવીડ-19 અંતર્ગત વિવિધ કામગીરી કરવામાં આવી છે. જેમાં આરોગ્યના કર્મચારી, આશાવર્કર, આંગણવાડી વર્કર,આંગણવાડી મદદનીશની મદદ મેળવીને હાલ સુધીમાં 28 ગામોમાં 500 થી વધારે અતિગરીબ પરીવારી જે તે ગામની આંગણવાડી પ્રાથમીક શાળાઓમાં કોવીડ-19 સામે સલામતીના ભાગરૂપે વિના મૂલ્યે 2100 થી વધારે સાબુનું વિતરણ કરવામાં આવેલ છે.

તાજેતરમાં દેડિયાપાડા તાલુકાના પાટડી ગામમાં ઉપર મુજબ ની કામગીરી ના ભાગરૂપે આંગણવાડીમાં સાબુ બેન્કનું ઉદઘાટન કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. જેમાં કુમારી દિવ્યાબેન વસાવા સીએચઓ ગીતાબેન એએનએમ, ગુણવંતીબેન વસાવા-આશાવર્કર જસોદાબેન વસાવા આશાવર્કર સરીતાબેન આંગણવાડી વર્કરે તથા આગા ખાન ગામ સમર્થન કાર્યક્રમ (ભારત)- દેડિયાપાડાના પ્રતિનિધિ મેરામભાઇ ડાંગર અને સંસ્થામાં કામગીરી કરતાં સ્થાનિક કાર્યકરો પ્રિયંકાબેન વસાવા અને જસ્ટીનભાઈ રજવાડી દ્વારા કાર્યક્રમની વ્યવસ્થા અને સંચાલન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...