તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેવી રીતે ભણશે ગુજરાત:ડેડિયાપાડાના મોહબુડી ગામમાં નેટવર્કના અભાવે ટેકરી પર જઈ ઓનલાઈન શિક્ષણ

ચીકદા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધો-12ની વિદ્યાર્થીનીઓએ ટેકરી પર જવું પડે છે

ડેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટીના ડુંગરના અંતરીયાળ વિસ્તારના ગામડાંનાઓમા આજે એકવીસમી સદીમાં પણ નેટવર્કના ધાંધિયા હોવાથી અસંખ્ય આદિવાસી વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણમેળવી શકતાં નથી. જ્યારે ગરીબોના બાળકો પાસે મોબાઈલ પણ હોતાં નથી.ડેડિયાપાડાના અંતરિયાળ ડુંગર વિસ્તારોમાં આવેલાં મોહબી અને મોહબુડી ગામની વિધાર્થીનીઓ મુન્ની વસાવા અને માધવી વસાવા બંને જેઓ નેત્રંગ તાલુકામાં કાકડકુઈ ગામે આવેલી માધવ વિધાપીઠમાં ધોરણ-12માં અભ્યાસ કરે છે.

ગામમાં ઈન્ટરનેટની સુવિધા નહીં હોવાથી અને નેટવર્કનો પ્રોબ્લેમ હોવાથી બંને વિદ્યાર્થીનીઓ એક જ મોબાઈલ લઈને ગામ નજીક આવેલા ડુંગરની એક ટેકરી ઉપર જઈને વરસાદમાં પણ છત્રીના સહારે ઓનલાઇન શિક્ષણ મેળવી રહી છે. ડેડિયાપાડા અને સાગબારા તાલુકામાં અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ ઈન્ટરનેટનો અભાવ હોવાથી અસંખ્ય આદિવાસી વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણથી વંચિત રહી જાય છે. અંતરીયાળ વિસ્તારમાં વિધાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકતાં નથી. પરંતુ મોહબી અને મોહબુડી ગામની આ બે વિદ્યાર્થીનીઓ આવી કપરી પરિસ્થિતિમાં પણ પોતાનું ભવિષ્ય ઉજળું બનાવવા ગામથી દૂર જઈને ઓનલાઈન શિક્ષણ મેળવવા પ્રયાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...