તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ગારદાની મોહન નદીના ચેકડેમ પરથી પગ લપસતા એકનું મોત

ચીકદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગામલોકોએ મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. - Divya Bhaskar
ગામલોકોએ મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો.
  • સવારે ખેતરે જતા આધેડ પાણીમાં પટકાયા હતા
  • પોલીસ અને ગામલોકો ઘટના સ્થળે દોડી આવ્યા

ડેડીયાપાડા તાલુકાના ગારદા ગામની સીમ આવેલી મોહન નદી પર બનાવવામાં આવેલા ચેકડેમ ઉપર થી પસાર થતી વખતે એક ઇસમનો પગ લપસતા નીચે પડી જતા નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ડૂબી જતાં આ ઇસમનું મોત નીપજ્યું હતું.

ગારદા ગામના રહેવાસી મનસુખભાઇ રાનીયાભાઈ વસાવા તારીખ 27 ઓગષ્ટ 2021 ના રોજ સવારના આશરે સાતેક વાગ્યે પોતાના ઘરેથી ગારદા ગામની સીમમાં આવેલ પોતાના ખેતરે કપાસમાં દવા છાંટવાની હોય ખેતરની બાજુમાં આવેલ મોહન નદિના ચેકડેમ ઉપરથી આંબાખાડી ગામે મજૂર લેવા સારૂ ચેકડેમ ઉપરથી પસાર થતા હતા.

ચેકડેમ ઉપર પાણીનો પ્રવાહ ચાલુ હોય અને પાણીના પ્રવાહમાં મનસુખભાઇ પસાર થવા જતા પગ લપસી જતા મનસુખભાઇ નાઓ ચેકડેમ ઉપરથી નીચે પાણીના પ્રવાહમાં પડી જતા ત્યાં નદીનું પાણી ઉડાણવાળું હોય અને આ ઉંડાણવાળા પાણીમાં પડી જઇ ડૂબી જવાના કારણે તેઓનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ મરણ જનારના પુત્ર કરણભાઈ વસાવાને થતા તેઓએ તેઓના કુટુંબીને ફોન કરી જાણ કરતા ગામના લોકો તેમજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. મૃતદેહને પી.એમ. માટે ડેડીયાપાડા ખાતે લઈ જવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...