આક્ષેપ:પૂર્વ PSIએ આદિવાસી સમાજની ફરિયાદ ન લીધાનો સાંસદનો આક્ષેપ

ડેડિયાપાડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેડિયાપાડામાં સખી વન સ્ટોપ કાર્યક્રમ સાંસદની હાજરીમાં યોજાયો

ડેડિયાપાડા ખાતે મહિલા બાળ વિકાસ મંત્રાલય દ્વારા સંચાલિત કાર્યક્રમ જેમાં મહિલાઓની પોષણ લઇને આત્મનિર્ભર શોષણ મુકત સુધીની પગલા લેવા માટે સખી વન સ્ટોપ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સાંસદ મનસુખ વસાવા, તાલુકા વિકાસ અધિકારી કનૈયાલાલ વસાવા, તાલુકા પ્રમુખ તારાબેન વસાવા સહિત તલાટી કમ મંત્રી ઓ સરપંચો અને મહિલાઓ હાજર હતા. મહીલા બાબતે જ્યારે વાત હોય ત્યારે આજે તે સમયે પોતાના વક્તવ્યમાં આકરા અંદાજમાં આદિવાસી સમાજની દિકરીઓ વેચાતી હોય છે

જે બાબતે ખરેખર આદિવાસી સમાજ ધ્યાન આપવાની જરૂર છે અને ખાસ કરીને જ્યારે આદિવાસી સમાજની દીકરી વેચાઈ હતી જે માત્ર તેના પરિવારે પોલીસ સ્ટેશન ડેડિયાપાડા ફરિયાદ કરી હતી. ત્યારે મહિલા પોલીસ અધિકારી અને તે પણ પોતે સમાજના હોવા છતાં આદિવાસી સમાજની દિકરીની ફરિયાદ ત્રણ મહિના સુધી લીધી ન હોતી અને જિલ્લા પોલીસ વડાની સૂચના બાદ ફરીયાદ લીધી હતી. જેની જાહેર કાર્યક્રમમાં હાજર ન હોવા છતાં આકરી ટીકા કરી અને તમામ અધિકારીઓને ચેતવણી આપી હતી કે આદિવાસી સમાજની દીકરી બચાવવાની તમામ પક્ષોની જવાબદારી છે

તેમાં કોઈ એક પાર્ટી કામ કરી શકે નહીં અને મારા આ બોલવાના કારણે હવે દલાલ ડરી રહ્યા છે અને વેચવાની પ્રક્રિયામાં અંકુશ આવ્યો છે પરંતુ જ્યારે સમાજમાં આવા પ્રકારના દૂષણો હશે તો સમાજની પ્રગતી થઇ શકશે નહીં માટે બધા એક થઇ બાળવિવાહ દાવા પતાવટ વગેરે બંધ કરી દારૂના દૂષણ દીકરીની જિંદગી બગડી જાય છે અને સમાજમાં સમાજનું પણ નામ બગડે છે તેથી દારૂ સહીતના વ્યસનો દૂર કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...