રજુઆત:રાષ્ટ્રપતિ સાથે મુલાકાત માટે MLAની રજૂઆત

ડેડીયાપાડા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આદિવાસીઓની સમસ્યાની ચર્ચા કરવા સમય માંગ્યો, ધારાસભ્ય મહેશ વસાવાનો કલેકટરને પત્ર

આગામી તારીખ 25 નવેમ્બર ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમજ ઉપ રાષ્ટ્રપતિ વૈક્યા નાયડુ કેવડીયા ખાતે આવનારા છે. કેવડીયા ટેન્ટ સીટી 2 ખાતે 80 મી ઓલ ઈન્ડિયા પ્રિસાઈન્ડિંગ ઓફિસર્સ કોનફરન્સ યોજવા જઈ રહી છે ત્યારે ડેડીયાપાડા ના ધારાસભ્ય મહેશ વસાવા અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ટ્રાયબલ વિસ્તારની સમસ્યાઓની રજૂઆતો માટે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત માટે નો સમય આપવા માટે કલેકટર ને પત્ર લખી રજુઆત કરી હતી. ગુજરાત,મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના અનુસૂચિત વિસ્તાર ને ભીલ પ્રદેશ અલગ રાજની માંગ તેમજ અનુસૂચિ 5 ની અમલવારી, કેવડીયા સ્ટેચ્યું ઓફ યુનિટી વિકાસ અને પ્રવાસન અધિનિયમ કાયદા ને રદ કરવા, આદિવાસી ક્ષેત્રોમાં નહેરો દ્વારા ખેતીને સિંચાઈ પુરી પાડવા વગેરે જેવા મુદ્દાઓ ને લઈ ને મુલાકાત ની માંગણી કરતો પત્ર લખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...