તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાથી બેખોફ:ડેડિયાપાડાની બરોડા ગુજરાત ગ્રામીણ બેંક સામે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

ડેડિયાપાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડેડિયાપાડા ખાતે આવેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેંક કાયમી ખૂબ ગીર્દી જ રહે છે બેંક સત્તાવાળાઓના ધીમા વર્તનના કારણે લોકોને સવારથી 9:00 થી સાંજે ચાર વાગ્યા સુધી લાઈનમાં ઉભા રહેવા આવે છે અને તો પણ કોઈ વાર પૈસા મળે તો મળે અનેકવાર પૈસા ન પણ મળે જેના કારણે ગરીબ આદિવાસી પ્રજાને ખૂબ જ મુશ્કેલી નો સામનો કરવો પડે છે.

તે ઉપરાંત બેંક ગામની વચ્ચે આવેલી હોવાથી બેકની અંદર પણ એટલી ગિરદી હોય છે અને બેંકની બહાર પણ ખૂબ ગિરદી હોય છે તેનું મુખ્ય કારણ એ પણ છે કે તમામ બેંકો બેંક મિત્રોને નિમણૂક કરે છે તને ગામડામાં ડ્યુટી કરવાની હોય છે જેથીપ્રજાને ગામડા માંજ સેવા મળે પરંતુ આ બેંક દ્વારા એક બેંક મિત્રની નિમણૂક કરી બેંકમાં જ કામગીરી કરવામાં આવે છે જેના કારણે ગિરદી ખૂબ વધી જાય છે જેના કારણે બેંકની બહાર ખૂબ જ મોટો ટ્રાફિક જામ નો પ્રશ્ન ઊભો થાય છે અને હાલ કોરોનાની બીજી લહેર સમાપ્ત થઈ છે એની ભયાનકતા પણ બેંક મેનેજર અને સ્ટાફના સમજી શકતા જ મુશ્કેલી નો સામનો ડેડીયાપાડા ની જનતા ને કરવો પડે તેવી પરિસ્થિતિ ઊભી રહી છે તે સિવાય પોલીસ દ્વારા હોમગાર્ડની વ્યવસ્થા કરી છે

અન્ય સમાચારો પણ છે...