ડેડિયાપાડા તાલુકાના ચીકદા ગામે મેઈન રોડ પર આવેલી એક સર્વે નંબર વાળી જગ્યામાં ખુલ્લામાં ખેરના લાકડાનો મોટો જથ્થો વન વિભાગ અને એસ આર પી ના જવાનો ના સંયુક્ત ઓપરેશન માં ઝડપાઈ આવ્યો હતો. ગત 6 ઓગષ્ટ ગુરુવારના રોજ મદદનીશ વન સંરક્ષક આય.વાય. ટોપીયા નર્મદાને મળેલ ગુપ્ત બાતમીના આધારે સોરાપાડા રેન્જના આર એફ ઓ જે.એ.ખોખર તથા રાઉન્ડ ફોરેસ્ટ સોરાપાડા રેન્જ મગનભાઈ કે.વસાવા તથા સ્ટાફના માણસો અને એસ.આર.પી. જવાનો સાથે બાતમી વાળી જગ્યા એ રેઇડ કરી હતી .
ચીકદા અને ભરડા ગામ વચ્ચે મેઈન રોડ પર આવેલી રાકેશ ઈશ્વર વસાવા રહે.દેવજી ફળીયા ની પોતાની સર્વે નંબર ની જગ્યામાં મકાનની બાજુમાંથી તાજા કપાયેલા ખેરના લાકડાના ટુકડા નંગ 169, જેની લંબાઈ 4.986 ઘન મીટર જેની કિંમત અંદાજીત 2,00000 /- રૂપિયાના ખેરના લાકડા મળી આવતા ફોરેસ્ટ વિભાગે ખેરના લાકડા જપ્ત કર્યા હતા.
આ ખેરના લાકડા ડેડીયાપાડા સેલ ડેપોમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વનવિભાગે કાયદેસરની કાર્યવાહી કરી સોરાપાડા રા.ગુ.નંબર 8/2021/2022 થી 6/8/2021 થી સરકાર ને જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી. ત્યારે આ લાકડા કોની માલિકી ના હતા તેમજ કાપીને ક્યાં લઈ જવાતા હતા તેની તપાસ વન વિભાગકરી રહ્યું છે. વન વિભાગે ગુનેગારને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.