આવેદનપત્ર:બંધારણીય અધિકારોની અમલ માટે BTTSની તંત્રને રજૂઆત

ચીકદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડેડિયાપાડા ખાતે ભારતીય ટાયબલ ટાઈગર સેના કાર્યકરો દ્વારા 13મી સપ્ટેમ્બર દિવસે “વિશ્વ આદિવાસી અધિકાર દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસીઓને મળેલા બંધારણીય અધિકારોની અમલવારી કરવા બાબતે બિટીટીએસના આગેવાનો દ્વારા ડેડિયાપાડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

દેશની આઝાદીને 73 વર્ષ થઇ ગયા હોવા છતા આદિવાસી વિસ્તારમાં અનેક સમસ્યાઓ છે. રોજગારી, આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, ભૂખમરો, બેરોજગારી, કુપોષણ, ભારતના બંધારણમાં અનુસૂચિ ૫ અને ૬નો અમલ, પેસા એકટનો અમલ કરવામાં આવ્યો નથી. ડેમોના નામે આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવી રહ્યાં છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી, ઈકો સેનસેટીવ ઝોન, કોરીડોર, વેદાન્તા પ્રોજેક્ટ, પ્રોજેક્ટના નામે આદિવાસીઓને વિસ્થાપિત કરવાનું ‌ચાલી રહ્યું છે. જળ, જંગલ, જમીન, ખનિજ ઉપર આદિવાસીઓનો અધિકાર છીનવી લેવાયો છે. આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક શાળા મજૅ કરવામાં આવી રહી છે. રબારી, ભરવાડને ખોટા આદિવાસી ખોટા આદિવાસી પ્રમાણપત્ર આપવા બાબતે અને આદિવાસીઓ માટેની ગ્રાન્ટ વાપરવા છતા પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. યુનો 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ તરીકે ઘોષણા કરવામાં આવી છે. જેમાં આદિવાસીઓને વિભિન્ન અધિકારો આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ આજ દિન સુધી તેનો અમલ કરવામાં આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...