આવેદન:સાગબારાના નિવૃત્ત કર્મચારી મંડળની વિવિધ પ્રશ્નો મુદ્દે તંત્રને રજૂઆત

ડેડિયાપાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ કલેકટર કચેરીમાં આવેદન આપ્યું હતું પરંતુ કોઈ નિરાકરણ નથી આવ્યું

સાગબારા તાલુકાના નિવૃત કર્મચારી મંડળ દ્વારા આજે સાગબારા મામલતદાર ને પોતાની વિવિધ પ્રકારની માંગણીઓને લઈને એક આવેદનપત્ર આપ્યું હતું.અને વિધાનસભા ચૂંટણી પહેલા જો હકારાત્મક ઉકેલ ના આવેતો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી.

આવેદનમાં જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર ના ધોરણે તબીબી ભથ્થામાં વધારો કરવા,સાતમા પગાર પંચ માં સચિવોની સમિતિના ફાઇનલ અહેવાલ મુજબ 2.97 ટકા પેન્શન માં જોડાણ કરી ચુકવણી કરવા, 2004 થી અમલમાં આવેલ નવી પેન્શન યોજના બંધ કરી જૂની યોજના લાગુ કરવા,પેન્શન એ આવક નથી માટે આવકવેરા માંથી મુક્તિ આપવા ,વન રેન્ક વન પેન્શન યોજના મુજબ વ્યવસ્થા ગોઠવવામાં આવે સાથે સાથે સરકાર માન્ય હોસ્પિટલ અને યાદી જાહેર કરેલ હોસ્પિટલમાં પેંશનર તથા તેના કુટુંબીજનો ને કેશલેશ તબીબી સુવિધા પુરી પાડવા જરૂરી આદેશો તત્કાળ બહાર પાડવામાં આવે તેવી માંગ કરી હતી.

વધુમાં રાજ્યમાં પેંશનર સલાહકાર સમિતિની રચના કરવા અને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું આપવા સહિત અનેક પ્રકારની માંગણીને લઈને આજે સાગબારા મામલતદાર કચેરી ખાતે નિવૃત કર્મચારી મંડળ દ્વારા એક આવેદનપત્ર આપ્યું હતું. અગાઉ તારીખ 7/12/21 ના રોજ પ્ણ ગુજરાતના દરેક જિલ્લામાં કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પરંતુ તેનો કોઈ ઉકેલ ન આવતા આજે ફરી તાલુકા મથક ખાતે મામલતદાર કચેરી ખાતે આવેદન આપ્યું હતું. અને જો તેનો વિધાનસભા ચૂંટણી પહેલા કોઈ હકારાત્મક ઉકેલ ન આવેતો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...