તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ:સાગબારામાં વાવાઝોડા સાથે વરસાદ અનેેક વીજ થાંભલા - વૃક્ષો ધરાશાયી

ડેડિયાપાડા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકામાં ગુરૂવારે સાંજે ખાબકેલા વરસાદથી ખેડૂતનું અનાજ પલળી ગયું

સાગબારા તાલુકામાં ગઇકાલે ગુરુવારે સમીસાંજે અનેક ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડયો હતો. જેના કારણે અનેક મકાનોના પતરાઓ ઉડયા હતા. નાના મોટા વૃક્ષો પણ ધારાશાયી થયા હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે.

ભારતીય મૌસમ વિભાગે ગત તા.2/6/21 ના રોજ સાગબારા તાલુકા માટે આગાહી કરી હતી કે તા. 2/6 થી 6/6 દરમ્યાન હળવા થી મધ્યમ વરસાદ પડશે. જેના પગલે તા. 3/6ને ગુરુવારે તાલુકામાં મોટીપરોડી, ધવલીવેર સહિતના મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારના અનેક ગામોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ પડયો હતો. જેના કારણે અનેક કાચા મકાનોના પતરાઓ ઉડવા સાથે વિસ્તારમાં અનેક નાનાંમોટાં વૃક્ષો પણ ધરાશાયી થયાં છે. તો બીજી તરફ ખેડુતો દ્વારા કાપીને ખેતરોમાજ મુકેલો અનાજનો જથ્થો વરસાદના કારણે પલળી જતા ભારે નુકસાન થયું છે.

ગઈકાલે બપોરે આવેલા વાતાવરણમાં અચાનક પલટા ને કારણે તાલુકામાં અનેક પૂર્વી વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડયો હતો. એક તરફ વરસાદ થી લોકોને ઠંડક પ્રસરી જતા રાહત મળી હતી તો બીજી તરફ ખેડૂતોનો કાચો માલ પલળી જતા નુકસાન થયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી ગરમીએ તાલુકામાં પોતાનો આકરો પરચો બતાવ્યો હતો ત્યારે આમ અચાનક વરસાદ પડતાં ગરમીથી થોડી રાહત લોકોને મળી હતી.

અન્ય સમાચારો પણ છે...