તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:ખોપી ગામે ટેલિઆંબા ફળિયાનો ખેતરે જવાનો રસ્તો ધોવાઈ જતાં સ્થાનિકો ત્રસ્ત

ડેડિયાપાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેતર તરફ જતો એકમાત્ર રસ્તો ધોવાઈ જતાં તે બનાવી આપવા લોકોએ માંગ કરી છે. - Divya Bhaskar
ખેતર તરફ જતો એકમાત્ર રસ્તો ધોવાઈ જતાં તે બનાવી આપવા લોકોએ માંગ કરી છે.
  • તંત્રને અનેક વખત રજુઆત કરવા છતાં મૂકપ્રેક્ષક બની રહ્યું છે
  • સત્વરે રસ્તાની કામગીરી નહીં થાય તો લોકોની આંદોલનની ચીમકી

સાગબારા તાલુકાના ખોપી ગામના ટેલિઆંબા ફળીયા માં વર્ષોથી ખેતી કામે જવાના રસ્તાથી ગ્રામજનો ત્રસ્ત તંત્ર ને અનેક વખત રજુઆત છતાં તંત્ર મૂકપ્રેક્ષક બનીને રહ્યું છે. આ રસ્તા પર આશરે 25થી વધુ ખેડૂતો ખેતી કરી પોતાનું ધાન્ય તેમજ રોકડિયા પાકોનું ઉત્પાદન કરે છે. ત્યારે ટેલિઆંબા ફળિયામાંથી તેમના ખેતરે સુધી પોંહચતો રસ્તો જે ચોમાસા દરમ્યાન ત્યાં બનાવેલા ચેકડેમના કારણે ધોવાય જતા ખેડૂતોને ખાતર બિયારણ તેમજ પોતનો ઉપજાવેલો ધાન્ય પાક કે રોકડીયો પાક ત્યાંથી લઈ આવવા માટેનો એકમાત્ર માર્ગ હોવાથી ચોમાસા દરમ્યાન ખૂબ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે.

તેમ ત્યાંના ગ્રામજનોએ જણાવ્યું હતું, તેમજ ચાલુ વરસાદી માહોલમાં જવા આવવા માટે નદીના વહેણ ને કારણે અકસ્માતમાં જાનહાનિ થવાની પણ શકયતાઓ રહેલી છે.આ બાબતે ગ્રામજનોએ ઘણી બખત તંત્રનું ધ્યાન દોર્યું લેખિત અરજીઓ પણ તંત્ર ને કરી છતાં આ બાબતે કેમ કોઈ ઘટતું ના થયું એ પ્રશ્ન ગ્રામજનોને સતાવી રહ્યો છે. તેમજ છેલ્લા 8 વર્ષ થી ગ્રામજનો એ 80,000 રૂપિયા જેટલો ખર્ચ કરીને માટી મેટલ રસ્તો બનાવ્યો છતાં પણ પાણીના મોટા વહેણ ને કારણે રસ્તા નું ધોવાણ થતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નિકશાની વેઠવાનો વારો આવ્યો છે.

આ બાબતે ચાલુ વર્ષ દરમ્યાન તારીખ 26 માર્ચ 2021ના રોજ તાલુકા વિકાસ અધિકારી ને પુરાણ કરવા રજુઆત કરી હોવા છતાં આ બાતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતા આખરે ગ્રામજનો એ રોષ ની લાગણી વ્યક્ત કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

રસ્તો ન બને તો ઘરે બેસવાનો વારો આવશે
તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. જો કામ નહીં થાય તો આખું ચોમાસું અમારે ઘરે બેસવાનો વારો આવશે. જો રસ્તાનું કામ નહીં થાય તો અમે આંદોલન કરીશું.> સિંગાભાઇ વસાવા, સ્થાનિક.

અન્ય સમાચારો પણ છે...