તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ડેડિયાપાડામાં BJPના અગ્રણીઓ જુગાર રમતા પોલીસની ઝપટે ચઢ્યા

ડેડિયાપાડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડેડિયાપાડા પોલીસે પકડેલા જુગારીઓ. - Divya Bhaskar
ડેડિયાપાડા પોલીસે પકડેલા જુગારીઓ.
  • નેતાઓ જુગારમાં પકડાતા નગરમાં ચર્ચાની એરણે
  • 4 જુગારી ભાગી જતા તેમને પકડવા ચક્રો ગતિમાન

ડેડીયાપાડા તાલુકામાં જુગારની બદી ફુલી ફાલી છે. ત્યારે પોલીસે તેને ડામવા કવાયત હાથ ધરી છે. દરમિયાન શનિવારે પોલીસે તાલુકા ભાજપ સાથે સંકળાયેલા નેતાઓને જ જુગાર રમતા ઝડપી પાડતા હાલ તો નગરમાં ચર્ચાની એરણે ચઢ્યાં છે. 8 જુગારીઓને પોલીસે પકડી પાડ્યા હતા. જ્યારે 4 શખસો ભાગી જતા તેમને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે.

ડેડિયાપાડા પોલીસ મથકના પો.સ.ઇ. એચ.વી.તડવીને ખાનગી રાહે બાતમીદારથી બાતમી મળી હતી કે, ડેડિયાપાડા થાણા ફળીયામાં રહેતા સુનીલ વાડગીયા વસાવાના રહેણાંક ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પાના પત્તાનો હારજીતનો શ્રાવણીયો જુગાર રમી અને રમાડે છે. જે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા જુગારીયાઓમા નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે 8ને પકડી પાડ્યા હતા. બાકીના 4 શખસો ફરાર થઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી અંગ જડતી, અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 64 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ફરાર શખ્સોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા જુગારીઓ
1) ગુલાબસીગ મુળજી વસાવા
2) મોહન તલારામ પટેલ
3) નીકુંજ મેઘરાજ પાટીલ
4) જીગ્નેશ વિનોદ ખેરનાર
5) શૈલેષ રતન વસાવા
6) અક્ષય માંગીલાલ જૈન
7) હસમુખ હીરાલાલ વસાવા
8) નિરવ નરેશ મોદી

ફરાર જુગારીઓ
1) સંદિપ ઉર્ફે હેપ્પી સીંગ
2) નયન વિનોદ ખેરનાર
3) દિવ્યેશ વિઠ્ઠલ વસાવા
4) સુનીલ વાડગીયા વસાવા

અન્ય સમાચારો પણ છે...