વાતાવરણમાં પલટો:ડેડિયાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં બપોરે ધોધમાર વરસાદ વરસ્યો

ચીકદા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડેડીયાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. - Divya Bhaskar
ડેડીયાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
  • ડાંગર, કપાસ અને તુવેરના પાકને નુકશાન થતા ભાવ ઘટવાનો ભય
  • પાક લળણીના સમયમાં જ વરસાદ થતાં ખેડૂતોના માથે ચિંતાની લકીરો

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કેટલાંક વિસ્તારમાં સોમવારે બપોરના સમયે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ લગભગ અર્ધો કલાક જેટલો ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું. છેલ્લા બે દિવસથી બપોરે બફારાના અનુભવ બાદ તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. શિયાળામાં પડેલા માવઠાને કારણે કપાસ, ડાંગર તેમજ તુવેરના પાકને નુકશાન થવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે. તાલુકાના ગંગાપુર, કેવડી ,કુંડીઆંબા, ચીકદા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયી હતી.

એટલું જ નહીં પણ હાલ તાલુકામાં લગ્નની મોસમ જામી છે ત્યારે અચાનક વરસાદ વરસતાં લગ્ન આયોજકો મુંઝવણમાં મુકાય ગયા હતા. લગ્નની જાન નીકળતાં જ વરસાદ આવતાં જાનૈયાઓએ રસ્તામાં જ જાન ઉભી રાખવાની ફરજ પડી હતી. ઘરમાં પ્રસંગ લઈને બેઠેલા લોકોને મુશ્કેલી પડી હતી. તો ખેતરમાં ઊભેલો પાક પલળી જતાં હવે કપાસૃતુવેરના ભાવમાં ઘટાડો થવાનો ભય રહેલો છે.

ભરૂચ જિલ્લામાં તાપમાન 34 ડિગ્રી નોંધાયુ
ભરૂચ જિલ્લામાં દિવસ દરમિયાન વાદળછાયો માહોલ જોવા મળ્યો હતો. શિયાળાની મોસમ હોવા છતાં દિવસે લોકોએ બફારાનો પણ સામનો કર્યો હતો. સોમવારે જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો 34 ડિગ્રી નોંધાયો હતો. રાત્રિના સમયે પારો 23 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યો છે. આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં લઘુતમ ડિગ્રી 19 ડિગ્રી સુધી જવાની શક્યતા પણ હવામાન વિભાગે દર્શાવી છે.

અન્ય સમાચારો પણ છે...