તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ડેડિયાપાડાના પોમલાપાડાની સીમમાંથી રૂ. 21.69 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

ડેડિયાપાડા25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડેડિયાપાડા પોલિસ સબ ઈન્સ્પેક્ટર એચ.વી.તડવીને બાતમી મળેલ કે ડેડિયાપાડા પારસી ટેકરા ખાતે રહેતા વનરાજ ઉર્ફે ભુરીયો ઉર્ફે રાજા ભરતભાઈ નાઓએ મનોજ મગનભાઇ વસાવા મુળ રહેવાસી નિંઘટ હાલ રહે પોમલાપાડા ગામના ઓ સાથે મળી પોમલાપાડા ગામની સીમમાં ડેડિયાપાડાથી અંક્લેશ્વર તરફ જતા દક્ષીણે આવેલ કંચન પાંચા તડવી મૂળ રહે. થપાવી નવી વસાહત નાઓના ખેતરમાં મનોજ મગનભાઈ વસાવા નાઓએ બનાવેલ મકાનમા મોટા પ્રમાણમાં ઇંગ્લીશ દારૂ નો જથ્થો સંતાડી રાખેલ છે.

જે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ આ મનોજભાઇ મગનભાઇ વસાવા તથા ઉર્ફે ભુરીયો ઉર્ફે રાજા ભરતભાઇ આર્ય નાઓએ ભેગા મળી મંગાવેલ છે. અને મોડી રાતે ગ્રાહકો સાથે તેઓ આ જથ્થો વેચાણ કરવાના છે. જે મળેલ બાતમી આધારે પોલિસ સબ ઇન્સ્પેકટર એચ.વી તડવીએ પોમલાપાડા ગામની સીમમાંથી વિદેશી દારૂનો કુલ રૂ. 21.69 લાખનો મુદ્દામાલ પકડી પાડ્યો છે.

આ દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે મંગાવનાર આરોપીઓ ભુરીયો ઉર્ફે રાજા ભરત આર્ય, મનોજ મગન વસાવા સ્થળ પર હાજર નહીં મળી આવતા તેઓને પકડી પાડવા ડેડિયાપાડા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...