તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ પર કાબુ:સાગબારાના જંગલોમાં દવ લાગતા વનવિભાગ દોડતું થયુ, રાત્રે જ વનવિભાગના કર્મચારીઓએ આગ પર કાબુ મેળવ્યો

ડેડિયાપાડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળી ના સમયે લોકો તહેવાર ની ઉજવણી કરી રહ્યાં હતાં તે સમયે સાગબારા નગર ને અડી ને આવેલા જંગલ માં આગ લાગવાની ઘટના બની હતી. વનવિભાગ ની ટિમ ને આ બાબત ની જાણ થતાં તાબડતોડ રીતે કાર્યવાહી કરી આગ ને બુઝાવાની કામગીરી કરવામાં આવી હતી. સામાન્ય રીતે જંગલમાં વારંવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે જે ને કાબુ માં લેવાનું ખુબજ મુશ્કેલ હોય છે. દવ લાગવાની ઘટના ને કારણે જંગલ ના વૃક્ષો ને ખૂબ જ નુકશાન થાય છે.

જંગલમાં વસતા પશુ પક્ષીઓના જીવને પણ જોખમ હોય છે.જેથી આવી ઘટનાઓને થતી અટકાવવી ખૂબ જ જરૂરી છે. એક તરફ ચારેકોર અંધકાર હોય અને પહાડી વિસ્તાર હોવા છતાં સાગબારા વન વિભાગ ના કર્મચારીઓ એ રાત્રી ના સમયે ટોર્ચ નો ઉપયોગ કરી રાત્રે જ આગ ને કાબુ માં લીધી હતી. દવ ને રોકવામાં અને જંગલમાં થતા નુકશાન ને અટકાવવા માં સફળ રહ્યા હતા.

ફટાકડા ફોડવાથી આગ લાગી હતી
સપના ચૌધરી, આર.એફ.ઓ. સાગબારા- જંગલ નજીક અજાણ્યા ઈસમો દ્વારા ફટાકડા ફોડવાથી આગ લાગી હતી. અમે તુરંત જ ટીમ મોકલી આગ ને બુઝાવાની કામગીરી કરી હતી. રાત્રીનો સમય હતો એટલે થોડી તકલીફ પડી હતી. પરંતુ આગ ને કાબુ માં લઈ લેવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser