જળ પ્રકોપ:આઝાદીના 75 વર્ષ બાદ પણ વિકાસથી વંચિત સાગબારાનું મોટી દેવરૂપણ ગામ ચોમાસાના પાણી ભરાતાં સંપર્ક વિહોણું

ડેડિયાપાડા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામના પ્રવેશ દ્વાર પર આવેલું નાળા પર પણ ત્રણથી 4 ફૂટ પાણી ફરી વળતાં અવર-જવર ઠપ

સાગબારા તાલુકામાં આવેલ મોટી દેવરૂપણ ગામ હાલ તાલુકાના અન્ય ગામોથી સંપર્ક વિહોણું બન્યું છે.1971ની સાલમાં ઉકાઈ જળાશય યોજના અમલમાં આવતા ઉકાઈ ડેમ સાકાર થયોને સમગ્ર ગુજરાતમાં વિજળી ઝળહળતી થઈ ઉઠી હતી, જેમાં સાગબારા તાલુકાનું મોટી દેવરૂપણ ગામ વિસ્થાપિત થયું હતું. જેના કારણે આજે 50-50વર્ષ વીતી જવા છતાં ગામને અન્ય ગામો સાથે જોડતો રસ્તા બાબતે ખુબજ અન્યાય કરવામાં આવી રહ્યો છે.

મોટી દેવરૂપણ ગામે જતો રસ્તો ચોમાસા દરમિયાન ઉકાઈ જળાશયનું પાણી આવતા સમગ્ર ગામ સંપર્ક વિહોણું બની જાય છે. હાલ પણ આજ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.વર્ષોથી ગ્રામજનોએ વારંવારની રજુઆતો કરવા છતાં સમસ્યા ઉકેલવાનું તંત્રને સૂઝતું નથી. ગત વર્ષે પણ આજ સ્થિતિનું નિર્માણ થતા આમ આદમી પાર્ટીના નેતાઓએ સ્થળ ઉપર જઈ તાગ મેળવ્યો હતો. તેમ છતાં પણ કોઈજ ઉકેલ આવ્યો ન હતો. ત્યારે હાલ છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને પગલે રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યાં છેે.

ગામમાં પ્રવેશદ્વાર રસ્તા પર નાળુ ત્રણ થી ચાર ફૂટ જેટલું પાણી ભરાઇ જાય છે ને વાહન વ્યવહાર સદંતર બંધ થઇ જાય છે. આકસ્મિક ઘટના કે પછી 108 જેવી ઇમરજન્સી સેવા માટે પણ હાલ ગામ લોકો મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...