તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:સાગબારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ધૂળ ખાઇ રહેલો ઓક્સિજન પ્લાન્ટ

ડેડિયાપાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 જૂને કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતુ

સાગબારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગત તારીખ 3 જૂને લોકાર્પણ કરાયેલો ઓક્સિજન પ્લાન્ટ ધૂળ ખાઈ રહ્યો છે. એક તરફ દેશમાં કોરોનાની ત્રીજી લહેરની ગણતરીઓ ગણાઈ રહી છે ત્યારે આ પ્લાન્ટ શોભના ગાંઠિયા સમાન લાગી રહ્યો છે.

3 જૂન ના રોજ રાજ્યમાં 9 જેટલા અલગ અલગ સ્થળે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત સાંસદ સી આર પાટીલ ,વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહારાજ અને વલ્લભ યુથ ફાઉન્ડેશન ના દાતાઓ અને ધારાસભ્યો,તાલુકા, જિલ્લા ના અધિકારીઓ,પદાધિકારીઓ અને ભાજપના નેતાઓ ની ઉપસ્થિત માં સાગબારા સહિત રાજ્યના જુદા જુદા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે CSR એક્ટિવિટી અંતર્ગત ઓક્સિજન પ્લાન્ટ નું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...