વિકાસ મોડલ:કનબુડી ગામે સેવાસેતુમાં 3,605 અરજીઓનો નિકાલ, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

ડેડિયાપાડા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો લોકોને સરળતાથી મળી રહે તેવા ઉમદા હેતુસર રાજ્યવ્યાપી હાથ ધરાયેલા સેવા-સેતૂ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કનબુડી ગામની પ્રાથમિક શાળા ખાતે ગત શનિવારે જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષા વસાવા, ડેડિયાપાડા તાલુકા પંચાયતના સદસ્ય એમનાબેન વસાવા, મામલતદાર આરઆર ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી કનૈયાલાલ વસાવા, કનબુડી ગામના સરપંચ વિજ્ય વસાવા ભાજપઅગ્રણી લક્ષ્મણ વસાવા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ, લાભાર્થીઓ વગેરેની વિશાળ ઉપસ્થિતિમાં સેવા-સેતૂ કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.

જિલ્લા પંચાયતના પ્રમુખે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન ભારત યોજના, વિધવા પેન્શન સહિત વિવિધ વિભાગોની અનેકવિધ કલ્યાણલક્ષી યોજનાઓ અમલમાં છે, જેનો લાભ સેવા-સેતૂના માધ્યમ થકી લોકોને સરળતાથી મળી રહ્યો છે. નિરામય-ગુજરાત અભિયાન દ્વારા કેન્સર, હદય રોગ સહિત ગંભીર પ્રકારના રોગો સામે લોકો રક્ષણ મેળવી શકે તે માટે લોકોને વિના મૂલ્યે સારવાર પૂરી પાડવામાં આવતી હોવાની સાથે “નિરામય-ગુજરાત” અભિયાનનો લાભ તમામ લોકોને અવશ્ય લેવા અને આ અભિયાન લોકો માટે ખૂબ જ આશિર્વાદરૂપ બન્યું હોવાનું વસાવાએ ઉમેર્યું હતું.

કોવિડ-19ની રસી જેને પણ બાકી હોય તેવા તમામ લોકોને સરકારશ્રી દ્વારા નિયત કરાયેલ સમયાવધિમાં રસી અવશ્ય લઇ લેવાની સાથે જાતિના દાખલાઓ લોકોને સમયસર મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવાની વસાવાએ હિમાયત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, સાતમાં તબક્કામાં યોજાયેલા કાર્યક્રમમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, કૃષિ ખેડુત કલ્યાણ અને સહકાર વિભગ સહિત વિવિધ વિભાગો દ્વારા આધારકાર્ડ, પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર, વૃધ્ધ નિરાધાર સહાય, વિધવા સહાય જેવી 56જેટલી વિવિધ સરકારી સેવાઓની વ્યવસ્થા ઉભી કરાઇ હતી. આ સેવા સેતૂ દરમિયાન 3,605 જેટલી અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ પણ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...