તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:ડેડિયાપાડાના પાંચ ગામોમાં એસટી બસ શરૂ કરવા માંગ

ચીકદા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજપીપલા ડેપો મેનેજરને લેખિતમાં રજૂઆત

ડેડીયાપાડા તાલુકાના વાંદરી ગામ સહિત અન્ય ગામોમાં બસ સેવા ચાલુ કરવા માટે રાજપીપલા એસ ટી ડેપો મેનેજરને લેખિત માં રજુઆત કરવામાં આવી હતી. ડેડીયાપાડાના પૂર્વ વિસ્તારમાં આવતા કણજી, વાંદરી, માથાસર, ડુમખલ વગેરે ગામોમાં અંદાજીત સાત હજાર જેટલી વસ્તી છે. આ વિસ્તારમાં સ્થાનિક ખેડૂતો, સ્કૂલ કોલેજ માં ભણતાં વિદ્યાર્થીઓ, સ્થાનીક વેપારીઓ, મજૂર વર્ગ વગેરે પોતાની રોજિંદા વ્યવહાર માટે ડેડીયાપાડા ખાતે આવેલા બજાર માં આવતા હોય છે. ત્યારે આ વિસ્તારથી પચાસ કિલોમીટર ડેડીયાપાડા અવર જવર માટે અન્ય પરિવહન ના સ્ત્રોત ખુબજ ઓછા હોય બસ ની સુવિધા ચાલુ કરવા રજૂઆત કરવામાં આવી હતી. ડુમખલ ગ્રામ પંચાયત અને નેચરલ વિલેજ ગ્રુપ દ્વારા રાજપીપલા એસ ટી ડેપો મેનેજર ને લેખિત રજૂઆત કરી બસ ની સુવિધા ચાલુ કરવા રજુઆત કરવામાં આવી હતી. હાલમાં કોરોનાના કારણે કેટલાક ગામડાઓમાંથી મુસાફરી કરતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો