તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ખેતી માટે મળતી વિજળીનો સમય બદલવા ખેડૂતોની તંત્ર સમક્ષ માગ

ચીકદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બપોરે વીજળી મળતા ડાંગરની રોપણી કરવામાં મુશ્કેલી પડતી હોવાની ખેડૂતોની બુમ

ચીકદા તેમજ ખૈડીપાડા સબ સ્ટેશનમાં આવેલા ગામોના ખેડૂતો ને મળતી વિજળી ના સમય માં ફેરફાર કરવાની માંગ સાથે ખેડૂતો એ ડેડીયાપાડા પ્રાંત અધિકારી તેમજ ડીજીવીસીએલ ના ડેડીયાપાડા ના ઈજનેરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ડેડીયાપાડા તાલુકામાં આવેલી દક્ષિણ ગુજરાત વીજ કંપની ના ચીકદા તેમજ ખૈડીપાડા સબ સ્ટેશનમાં આવતા ગામોના ખેડૂતો એ હાલ ખેતીવાડીમાં આપવામાં આવતી વીજળીના સમયમાં ફેરફાર કરવા બાબતે આવેદનપત્ર આપ્યું હતું. આ વિસ્તારમાં મુખ્યત્વે ડાંગર ના પાક ની રોપણી થતી હોય છે.જેમાં હાલ આ વિસ્તારમાં વરસાદની ખેંચ પડતા પિયત માટે ખેતીવાડી ની વીજળીનો ઉપયોગ કરવો પડતો હોય છે.

આ વીજપુરવઠા નો સમય હાલ માં એક અઠવાડિયા દરમિયાન રાત્રે 9 થી સવારે 5 વાગ્યે સુધી તેમજ બીજા અઠવાડિયે બપોરે 1 થી 9 વાગ્યે સુધી મળે છે. જેમાં હાલ ડાંગરની રોપણી સમયે રોપણી કરનાર મજૂરો સવારે 9 થી 5 વાગ્યે મળવાપાત્ર છે વીજપુરવઠો બપોરે 1 વાગે મળતાં સિંચાઇ માટે મુશ્કેલી પડે છે.

અન્ય સમાચારો પણ છે...