આવેદનપત્ર:ડેડિયાપાડા-સાગબારા તાલુકામાં સિંચાઇનું પાણી પુરી પાડવા માગ

ડેડિયાપાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તેમજ સાગબારા તાલુકામાં નર્મદા નદી પર આવેલો સરદાર સરોવર ડેમ તથા તાપી નદી પર આવેલા ઉકાઇ ડેમમાંથી નહેર મારફતે ખેડૂતોને સિંચાઇ માટે પાણીની સગવડ ઉભી કરવા બાબતે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હતું.

સાગબારા તાલુકા અને ડેડિયાપાડા તાલુકાના ખેડુતોને સિંચાઇ માટે ખુબ તકલીફ પડે છે. ભુગર્ભ જળ પણ ઓછા થતા હોવાથી ખાસ કરીને ઉનાળાની ઋતુ આવતા તમામ બોર - કુવા સુકાઇ જતા હોય છે. માટે ખેતીના પાકને યોગ્ય પાણી આપી શકાતુ નથી અને પારાવાર નુકશાન વેઠવાનો વારો ખેડૂતોને આવતો હોય છે. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...