તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:આંજણવાઈ ગામે 43 લાખના ખર્ચે બનેલા ચેકડેમનું લોકાર્પણ

ડેડિયાપાડા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 32 એકરમાં સૂકી ખેતી કરતાં ખેડૂતોને પિયતની વ્યવસ્થા ઊભી કરી

આંજણવાઈ ગામની ઇરવર ખાડી પર એશિયન પેઈન્ટ્સના સહયોગથી આગાખાન સંસ્થા નેત્રંગના ટેકનિકલ માર્ગદર્શનથી 44 મીટરની લંબાઈ, 2.00 મી,ઊચાઇ વાળો 1.99 કરોડ લીટરનો જથ્થો સંગ્રહ થાય તેવી ક્ષમતાના ચેકડેમ નું નિર્માણ કરવામાં આવ્યુ છે. તેનાથી 20 ખેડૂતોની 32 એકર બિન પિયત જમીનમાં પિયતની વ્યવસ્થા થતાં તે જમીન વર્ષોથી સૂકી હતી તે હવે તેમાં આદિવાસી ખેડૂતો શાકભાજી અને અન્ય પાકો પકવતા થશે જેનાથી લોકોની આજીવિકામાં વધારો થશે. ઇરવર ખાડી પર 43 લાખના ખર્ચે બનેલ ચેકડેમ તૈયાર થતાં તેનું લોકાર્પણ એશિયન પેઈન્ટ્સના કર્મચારી આનંદકુમારસિંઘ,મલઈ માકંડ, આગખાન સંસ્થાના નવીન પાટીદાર,ઉમેશ દેસાઇ,દશરથ વાળંદ અને 20 જેટલા લાભાર્થીઓએ સાથે રહી વિધિવત લોકાર્પણ કર્યું હતુ.

પાણીની સુવિધાનું આજીવન સુખ થઈ ગયું
અમારા ખેતરો સાવ સૂકા થઈ ગયા હતા. પીવાના પાણીના બોરમાં પણ પાણીના સ્તર ખુબ ઊંડા જતાં રહ્યા હતા. ત્યારે સહકાર એશિયનપેઈન્ટ્સ અને આગખાન સંસ્થાના સહયોગથી આ ઇરવર મડીમાં એક ચેકડેમ બની જતાં અમારા મારે પાણીની સુવિધાનું આજીવન સુખ થઈ ગયું છે અને આ ભરી છીએ. > વિજય સાકરીયા, લાભાર્થી આંજણવાઈ.

અન્ય સમાચારો પણ છે...