તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી પહેલ:ડેડિયાપાડાના યુવાનો દ્વારા જંગલને નવપલ્લવિત કરવા રવિવારની જંગલમાં વૃક્ષારોપણ થકી ઉજવણી

ડેડિયાપાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સામાન્ય સંજોગોમાં લોકો રવિવારે ઘરમાં જ હળવાશની પળોમાં વિતાવતા હોય છે. તો લોકો આનંદ પ્રમોદ માટે નજીકમાં વન ડે આઉટિંગ પણ કરે છે. પરંતું ડેડિયાપાડા ગ્રીનલેન્ડ ફાઉન્ડેશનનાં યુવાનો રવિવારની રજાનો ઉપયોગ કરી કંઈક અનોખું કરી રહ્યાં છે. યુવાનો દ્વારા આજે ઘનખેતર ગામના જંગલ વિસ્તારમાં 350 જેટલા વૃક્ષ ના રોપા જેવા કે લીમડો, સિમદો, બોરસલી, બિલ્લી ,બોર,સરગવો,સેવન,નીલગીરી,વડ, પીપળો, પીપળી, ખજૂરી, ચીકુ,સીતાફળ વગેરે જેવા દેશી મૂળના વૃક્ષ ના રોપા રોપ્યા, 50 કિલો જેવા બોર,ચીકુ,બેડા,ખાટી આમલી,સાગ જેવા બીજ પણ ખાલી જગ્યા માં ખાડો ખોદી ને રોપણી કરી જે પણ થોડા દિવસ માં એક વૃક્ષ નું રૂપ લઈ લેશે .

આવનારી પેઢી અને પશું પક્ષીઓને છાયડો તથા ફળ મલે તે રીતે યુવા ટીમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. વધુને વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ ને બચાવવું એ અમારી સૌની નૈતિક જવાબદારી છે અને તે જવાબદારી અમારા ગ્રુપ દ્વારા નિભાવી છે. હજુ પણ મોડું નથી થયું સૌ ભેગા મળી તમે પણ સૌ વધુ ને વધુ વૃક્ષો વાવો અને એનું જતન કરી આપના બાળકો માટે જીવસૃષ્ટી માટે કઈક સારું કાર્ય કરીએ જેથી આવનારી પેઢી આપને સૌને યાદ કરે.

તેમણે જણાવ્યું હતું કે આજ નું અમારૂં નાનું કામકાજ ના ભાગીદાર વંદે વસુંધરા બીજ બેંક ના રાજેશ બારીયા જેમણે અમને બીજ આપીને મદદ કરી હતી તથા મારા ગ્રુપના સભ્યો ગુડ્ડુ ભાઈ પટેલ,સંજય વસાવા,વિશાલ વસાવા,જીગ્નેશ માલ,મુકેશ વસાવા, પિંટુભાઈ વસાવા, ભવ્ય, ક્રિશિવ તથા ધારાસિંગભાઈ નો ખૂબ ખૂબ આભાર કે જેમને એમનો કીમતી સમય આપ્યો અને પ્રકૃતિનું જતન કરવા મદદ રૂપ થયા. યુવાનોએ વાવેલા રોપા તથા બીજ પ્રકૃતિની ગોદમાં પહોચાડવામાં સૌનો સાથે રહ્યાનો આનંદ થયો.

અન્ય સમાચારો પણ છે...