દુર્ઘટના:બાબદા ગામની શેર નદીમાં ડૂબી જતાં ધોરણ -11ના છાત્રનું મોત

ચીકદા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળામાં બપોરની રિસેસમાં બે મિત્રો સાથે નદીએ ન્હાવા જતાં ડૂબ્યો
  • ડેડિયાપાડા​​​​​​​ પોલીસને જાણ કરાતા સ્થળ પર દોડી આવી

ડેડિયાપાડાના બાબદા ગામે આવેલી શેર નદીમાં ડૂબી જવાથી ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. બાબદાની ગાયત્રી વિદ્યામંદિર આશ્રમ શાળામાં રહી અભ્યાસ કરતા પરગીલભાઈ ફુલસિંગ વસાવા ઉંમર વર્ષ. 17 જેઓ 4 ઓક્ટોબરના રોજ બપોરે 2 કલાકની આસપાસ પોતાના મિત્રો અવિનાશ જયસિંગ વસાવા તેમજ અમૃત સુરસિંગ વસાવા સાથે બપોરની રીસેસ દરમ્યાન બાબદા ગામની શેર નદી પાસેના ચેકડેમ પાસે નાહવા ગયેલ હતા. જેમાં પરગીલ અચાનક પાણીમાં ડૂબી જતાં બુમો પાડી હતી.

તેના બે મિત્રોએ ગભરાઈ જઇ શાળાના શિક્ષક સુભાસ વસાવાને જાણ કરતા શિક્ષક દ્વાર તેના વાલીને જાણ કરી હતી. પરગીલના માતા પિતા અને ગામ લોકો એ તેની શોધખોળ કરતા બાબદા ગામની શેર નદીના પુલ નીચેથી તારીખ 5 ઓક્ટોબરના રોજ રાત્રે 3 કલાકે મૃતદેહ મળ્યો મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...