તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ડેડિયાપાડાના ગાળદા- જાંબુડાનો કોઝવે તૂટ્યો, લોકોને તાલુકા મથકે જવા 10-12 કિમીનો ફેરો

ડેડિયાપાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડેડીયાપાડા નાના અને મોટા જાંબુડા ગામ વચ્ચેનો  કોઝવે પર પાણી ફરી વળતા  રસ્તો સંપૂર્ણ નાશ પામ્યો. - Divya Bhaskar
ડેડીયાપાડા નાના અને મોટા જાંબુડા ગામ વચ્ચેનો કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો સંપૂર્ણ નાશ પામ્યો.

ડેડીયાપાડામાં ગતરોજ વરસાદી માહોલ જામતાં સારો એવો વરસાદ નોંધાયો હતો. વળી જિલ્લામાં સિઝનનો સૌથી વધુ વરસાદ પણ ડેડિયાપાડામાં જ નોંધાયો છે. ત્યારે નાના અને મોટા જાંબુડા ગામ વચ્ચેના કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો સંપૂર્ણ ધોવાઈ ગયો હતો. જેના કારણે લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે અને જેના કારણે 10 થી 12 કિલોમીટર નો ફેરાવો ફરીને પોતાના ઘર સુધી તાલુકા મથક સુધી પહોંચવાનો વારો આવ્યો છે જેથી લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે અને લોકો એ દુઃખ દૂર કરવાની માંગ કરી છે અને કોઝવેના બદલે બ્રીજ બનાવવાની માંગ કરી છે.

કોઝ્વે પાણીમાં ધોવાઈ જતા ફોર વ્હીલ વાહનો માટે રસ્તો પણ બંદ થઈ ગયો છે
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ગાળદા - મોટા જંબુડા ગામની વચ્ચે થી પસાર થતા કૉઝવે ઉપરથી પાણી ફરી વળ્યુ હતું. જેના કારણે ગાળદા, ખામ, ભૂતબેડા, મડાળા ગામના લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આજે વહેલી સવારે વરસાદની શરૂઆત થતાં ગાળદા અને મોટા જાંબુડાની વચ્ચે થી પસાર થતી મોહન નદીનો ચેક ડેમ પણ ઉભરાઈ ગયો હતો. આ ગામ વચ્ચે આવેલા કોઝવે પર પાણી ફરી વળતા લોકોને 8 થી 10 કિમી. વધુ ફરવાનો વારો આવ્યો છે. કોઝ્વે પાણીમાં ધોવાઈ જતા ફોર વ્હીલ વાહનો માટે રસ્તો પણ બંદ થઈ ગયો છે. જ્યારે બાઈક ચાલકો ને બાઈક દોરીને પસાર થવાનો વારો આવ્યો છે. આ કોઝવે પરથી નેત્રંગ, ઉમરપાડા, કેવડી, અંક્લેશ્વર જતા નોકરિયાતોને પણ અટ વાવા નો વારો આવ્યો છે.આ બાબતે સ્થાનિક મયુર વસાવા, યોગેશ વસાવા અને સર્જન વસાવાએ જણાવ્યું હતું કે, અમે ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છીએ. આ કોઝવે તુટી જવાથી અમારી જીવાદોરી કપાઈ ગયો તો એમ લાગે છે આઝાદીના આટલા વર્ષો બાદ પણ હજુ અમારી માંગણી અહીં પુલ બનાવવાની છે.

અન્ય સમાચારો પણ છે...