તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ડેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ કૃષિ બિલની માર્ગદર્શિકા બનાવી

ચીકદા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખેડૂતોને કૃષિ કાયદા અંગે યોગ્ય માર્ગદર્શન મળે તે માટે આયોજન

ડેડિયાપાડા ખાતે આવેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ બિલ ને લગતી માહિતી દર્શાવતી માર્ગદર્શિકા ખેડૂતો માટે બહાર પાડવામાં આવી હતી. જેમાં કૃષિ બીલનની સમજૂતી આપવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા હાલ ખેતી પેદાશ વ્યાપાર અને વાણિજય અધિનિયમ 2020 જાહેર કર્યો છે. કૃષિ બીલ 2020માં ત્રણ વિધેયકોમાં કૃષિ ઉત્પાદન વેપાર અને વાણિજય વિધેયક, ભાવ ખાતરી અને કૃષિ સેવાનો કરાર વિધેયક, આવશ્યક ચીજવસ્તુઓ (સુધારા) વિધેયક, જેમાં એક એવી વ્યવસ્થા બનાવવી જ્યાં ખેડૂતો અને વેપારીઓ રાજ્ય હેઠળની નોંધણી કરેલ બજારોમાં સ્વતંત્રતાથી ખેતપેદાશોનું ખરીદ અને વેચાણ કરી શકશે. માર્કેટિંગ, વાહન વ્યવ્હારનો ખર્ચ ઘટાડવા અને ખેડૂતોને વધુ સારા ભાવ મેળવવા મદદ કરવા. એપીએમસી એક રાજ્ય સંચાલિત બજાર છે, જ્યાં ખેડૂતોને તેમની ઉપજ વેચવાની છુટ છે. ખેડૂતોને કરાર આધારિત ખેતી અને સીધા માર્કેટિંગની સુવિધા આપે છે. જેથી ખર્ચ ઘટશે અને આવકમાં વધારો થશે.સંપૂર્ણ કિંમત મેળવવા માટે મધ્યસ્થીઓને દુર કરી સીધા બજારમાં જોડાઈ શકે છે.

એમએસપી એ લઘુત્તમ કિંમત છે જે સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે અને આવતી રહેશે જેના આધારે ખેડૂતો કૃષિપેદાશનું વેચાણ કરી શકે છે. આમ કૃષિ બિલ દ્વારા થતા ફાયદા ઓ વિશે ખેડૂતો ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો