તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કહેવાય છે કે એક શિક્ષક સારા સમાજનું નિર્માણ અને ઘડતર કરે છે.સર્જન અને વિનાશ એ તેના હાથ માં છે વિધાર્થી ને સારા સંસ્કાર અને તેનામાં એક આદર્શ જીવન જીવવા માટેના મૂલ્યોનું સિંચન એક શિક્ષક કરી શકે છે. આવા જ એક આદર્શ અને શિક્ષણ માં વિદ્યાર્થીઓ જોડે પોતાની આત્મા ને ઓતપ્રોત કરનાર શિક્ષક એટલે મહેન્દ્ર બી ગજ્જર. બહોળા શૈક્ષણિક અનુભવથી શાળા માં ટીએલએમ બનાવી શાળાની દીવાલો ને બોલતી કરી હતી. બાળકોના અક્ષરો ખૂબ જ ખરાબ હતા. અક્ષર સુધારણા માટે ઇનોવેશન હાથ ધર્યું. બાળકો ને કેલિગ્રાફી ની મદદ થી અક્ષરો સુધારવા પ્રયત્નો કર્યો. રેતી, ફેવિકોલ અને વોટર કલરથી રેતકલા ના માધ્યમથી શાળામાં આકર્ષક નમૂના બનાવ્યા જેમાં પશુ-પક્ષી, રાષ્ટ્રીય પ્રતિકો, વિજ્ઞાનના મોડેલ્સ, અંગ્રેજી તથા ગુજરાતી મૂળાક્ષરો બનાવ્યાં. ‘ રેતકલા દ્વારા શિક્ષણ ‘ ઉપરાંત ‘ મેજીક ઓફ ધી મેપ ઇનોવેશન જિલ્લા કક્ષાએ પસંદ થયું હતું.
અંગ્રેજી માં રસ પડે અને આ વિષય નો ડર દૂર થાય એ માટે અંગ્રેજી ના 25 ટીએલએમ બનાવ્યા. પોએમ (કાવ્ય) શીખવવા ‘ ફિંગર પપેટ’ બનાવ્યા.જ્યારે અંગ્રેજી વિષયનું ઇનોવેશન ‘જોયફુલ લર્નીગ’ રાજ્યકક્ષાએ પસંદ થયું. આમ, મહેન્દ્ર ગજ્જરની શિક્ષણ માં નવતર પ્રયોગની કામગીરી જોયી ગુજરાત સરકારે નર્મદા જિલ્લાની ડેડીયાપાડા તાલુકામાં શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપી સન્માનીત કરાયા હતા. બાળકો શિક્ષકને જ આદર્શ શિક્ષક માને છે. જો શિક્ષક પોઝિટિવ અને રચનાત્મક દૃષ્ટિવાળા હશે તો આપોઆપ બાળકોમાં બદલાવ આવશે જ.મહેન્દ્રભાઈ બી ગજ્જરે જણાવ્યું હતુ કે, જો મારી સમક્ષ બાળકોને રાખવામાં આવે તો હું આજીવન શૈક્ષણિક પ્રવૃતિઓ માં કાર્યરત રહી શૈક્ષણિક કાર્ય કરીશ.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.